Panchkula માં બે લોકો પર ફાયરિંગ, એકનું મોત; વિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું
- પંચકુલામાં બે લોકો પર ફાયરિંગ, એક વ્યક્તિનું મોત
- હુમલાખોરોએ અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી
- બે લોકોએ આ હુમલાની જવાબદારી લીધી
Panchkula Shooting: ગુરુવારે રાત્રે પંચકુલામાં એક મોલની સામે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી લીધી છે. હાલ તો પોલીસ હુમલાખોરોને શોધી રહી છે.
હુમલાખોરોએ અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી
ગુરુવારે મોડી રાત્રે હરિયાણાના પંચકુલાના પિંજોરમાં અમરાવતી મોલની સામે ફાયરિંગની ઘટના સામે આવી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, હુમલાખોરોએ બે લોકો પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. કોઈકે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી પણ લીધી છે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
બે લોકોએ હુમલાની જવાબદારી લીધી
ગુરુવારે સાંજે, કુલ પાંચ લોકો એક SUV માં એક મોલમાં ફિલ્મ જોવા આવ્યા હતા. શો પૂરો થયા પછી તેઓ કારમાં બેઠા કે તરત જ હુમલાખોરોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં પિંજોરના રહેવાસી સોનુ નોલ્ટા નામના વ્યક્તિનું મોત નીપજ્યું. ઘાયલોને ચંદીગઢના PGI રિફર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને બે લોકોએ આ હુમલાની જવાબદારી લીધી છે, જેમાંથી એક પિયુષ પિપલાણી હોવાનું કહેવાય છે. તેઓએ દાવો કર્યો છે કે આ હુમલો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના ઈશારે કરવામાં આવ્યો હતો.
#WATCH | Panchkula, Haryana | On the firing incident, DCP Srishti Gupta says, "At around 10.45 pm, we received information that a firing incident took place. Upon reaching the spot, we came to know that two persons named Sonu Nolta and one other person were shot at by some… https://t.co/SfirzTLYBd pic.twitter.com/xlGdvtPl16
— ANI (@ANI) June 6, 2025
આ પણ વાંચો : PM મોદી આજે વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કરશે, 2 વંદે ભારતને પણ લીલી ઝંડી બતાવશે
આ કેસ અંગે DCP સૃષ્ટિ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ 10:45 વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે ગોળીબાર થયો છે. ઘટનાસ્થળે પહોંચીને જાણવા મળ્યું કે કેટલાક બદમાશોએ બે લોકોને પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, મૃતકનું નામ સોનુ નોલ્ટા છે. ઘાયલ થયેલા બીજા વ્યક્તિની હાલત હવે ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકોએ આ હુમલાની જવાબદારી લીધી છે, પોલીસ તેની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Bengaluru stamped :11 લોકો મોત માટે પોલીસ જવાબદાર? CM સિદ્ધારમૈયાનો મોટો નિર્ણય


