કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah આવશે ગુજરાત, 6 એપ્રિલે એક દિવસીય પ્રવાસ
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah આવશે ગુજરાત
- 6 એપ્રિલે 1 દિવસીય પ્રવાસનું આયોજન કરાયું
- કલોલના ઈફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે
- ઈફકો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું પણ કરશે ઉદ્ઘાટન
Ahmedabad: આગામી 6 એપ્રિલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah ગુજરાતના 1 દિવસીય પ્રવાસે છે. કલોલના ઈફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનો આ ગુજરાત પ્રવાસ માત્ર 1 દિવસીય જ છે. તેઓ કલોલ સ્થિત ઈફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનો 1 દિવસીય પ્રવાસ
ગુજરાતમાં માત્ર 1 દિવસીય પ્રવાસે અમિત શાહ આવવાના છે. તેઓ આગામી 6 એપ્રિલે ગુજરાત આવશે. તેઓ કલોલ સ્થિત ઈફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે. અહીં તેઓ ઈફકો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચોઃ Gujarat Weather : અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી
ઘડાઈ રહ્યા છે અન્ય કાર્યક્રમો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું હોમસ્ટેટ ગુજરાત છે. તેઓ પોતાના હોમસ્ટેટના 1 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમનો પૂર્વ નિયોજીત કાર્યક્રમ ઈફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થવું અને ઈફકો પ્લાન્ટના સિડ રિસર્ચ સેન્ટરનું પણ ઉદ્ઘાટન છે. જો કે હોમસ્ટેટ આવી રહેલા અમિત શાહના અન્ય કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યા છે.
સંગઠન અને રાજકીય બેઠકોની પણ સંભવના
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમનાં આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સંગઠન અને રાજકીય બેઠકોમાં ભાગ લઈ શકે છે.
આ પણ વાંચોઃ BZ કૌભાંડમાં નવો ફણગો ફુટ્યો, વન વિભાગે કૌભાંડીનો કર્યો પ્રચાર-પ્રસાર


