ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP CM Yogi : રાજકારણ મારા માટે ફુલટાઈમ જોબ નથી,PM બનવા મુદ્દે યોગીનો સટીક જવાબ

CM યોગી PM પદની રેસમાં હોવાની ચર્ચા રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી રાજનીતિ એ મારી ફૂલ ટાઇમ જોબ નથી.'   UP CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM YogiAdityanath) વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર...
06:00 PM Apr 01, 2025 IST | Hiren Dave
CM યોગી PM પદની રેસમાં હોવાની ચર્ચા રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી રાજનીતિ એ મારી ફૂલ ટાઇમ જોબ નથી.'   UP CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM YogiAdityanath) વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર...
YogiAdityanath

 

UP CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM YogiAdityanath) વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે દિવસથી PM મોદીની નિવૃત્તિ અંગે ચર્ચા ચાલી રહી હતી. તેમાં તેમના સ્થાને યોગી આદિત્યનાથને કમાન સોંપવાની અટકળો પણ વહેતી થઈ હતી. જેના પર સ્પષ્ટતા કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે 'રાજનીતિ એ મારી ફૂલ ટાઇમ જોબ નથી.'

 

દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડા પ્રધાન તરીકે જોવા માંગે છે

CM Yogi આદિત્યનાથે એક ન્યૂઝ એજન્સી સાથે તેમની રાજકીય કારકિર્દી,ભાજપમાં ઉત્તરાધિકારી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ અને દિશા વિશે લાંબી ચર્ચા કરી હતી.આ વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવેલો એક પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે.યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું હતું કે,આરએસએસ તમને પસંદ કરે છે,મોદીજી તમને પસંદ કરે છે,આ દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડા પ્રધાન તરીકે જોવા માંગે છે,તો તમે તેના વિશે શું કહેશો?

યોગી આદિત્યનાથે આપ્યો આ જવાબ

યોગી આદિત્યનાથને (CM Yogi)આ સવાલ પૂછવા પર તેમણે તુરંત જવાબ આપ્યો કે,રાજનીતિ મારી ફૂલટાઇમ જોબ નથી.હાલ ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું,ઉત્તર પ્રદેશની જનતા મને અહીં લાવી છે. જેથી હાલ અહીં કામ કરી રહ્યો છું.હું વાસ્તવમાં એક યોગી છું.અમે લોકો જે સમયમાં છીએ...ત્યાં કામ કરી રહ્યા છે.તેની સાથે એક સમય મર્યાદા પણ હશે.

યુપી સરકાર વિદ્યાર્થીઓને તમિલ,તેલુગુ,મલયાલમ જેવી ભાષાઓ શીખવી રહી છે.

સીએમ યોગીએ કહ્યું કે તમિલ,તેલુગુ,મલયાલમ,કન્નડ,બંગાળી કે મરાઠી જેવી ભાષાઓ રાષ્ટ્રીય એકતાનો પાયો બની શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર તેના વિદ્યાર્થીઓને તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી અને મરાઠી જેવી ભાષાઓ શીખવી રહી છે. તેમણે પૂછ્યું, "શું આનાથી ઉત્તર પ્રદેશ કોઈ અર્થમાં નાનું બન્યું? શું આનાથી ઉત્તર પ્રદેશનું અવમૂલ્યન થાય છે?"

આ પણ  વાંચો -PM Modi સાથે ચાલતા-ચાલતા અચાનક કેમ રોકાઇ ગયા ચિલીના રાષ્ટ્રપતિ? જુઓ video

સંજય રાઉતની ટિપ્પણીથી શરુ થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગપુર સ્થિત આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધા બાદ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન પોતાની રિટાયરમેન્ટ ઍપ્લિકેશન આપવા સંઘના હેડક્વાર્ટર ગયા હતા. તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ જાહેર કરવાના છે. સંઘ હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં ફેરફાર કરવા માગે છે.આગામી વડાપ્રધાન મહારાષ્ટ્રમાંથી હશે.રાઉતના આ નિવેદનથી પીએમ મોદીના '75 વર્ષના નિયમ'ની યાદ અપાવી છે. ભાજપમાં નેતાઓની સેવાનિવૃત્તિની વય 75 વર્ષ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેનું પાલન કર્યું છે.વડાપ્રધાન હાલ ત્રીજો કાર્યકાળ નિભાવી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે.

આ પણ  વાંચો -Punjab : દુષ્કર્મના આરોપી પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા, મોહાલી કોર્ટનો મોટો નિર્ણય

ભાજપે-સંઘે દાવો ફગાવ્યો

ભાજપ અને આરએસએસ બંનેએ રાઉતનો આ દાવો ફગાવ્યો છે. તેમણે રાઉતની ટિપ્પણીને પાયાવિહોણી ગણાવી છે. તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી છે કે, 2029માં પણ અમે મોદીજીને વડાપ્રધાન બનાવીશું. મુઘલ કાળમાં પિતા જીવિત હોય અને પુત્ર ગાદી પર બેસી જાય.

આ પણ  વાંચો -Medicines Price Hike: આજથી 900થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં વધારો-કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા

વકફ બિલ પર કહ્યું, સુધારા એ સમયની જરૂરિયાત

વકફ (સુધારા) બિલ અંગેના પ્રશ્નના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે સુધારા એ સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું, ‘દરેક સારા કામનો વિરોધ થાય છે.’ તેવી જ રીતે, વકફ સુધારા બિલ પર પણ હોબાળો ચાલી રહ્યો છે. હું આ મુદ્દા પર હોબાળો મચાવનારાઓને પૂછવા માંગુ છું… શું વકફ બોર્ડે કોઈ કલ્યાણકારી કાર્ય કર્યું છે? બધું બાજુ પર રાખો, શું વક્ફે મુસ્લિમોનું પણ કોઈ ભલું કર્યું છે? વકફ વ્યક્તિગત રુચિનું કેન્દ્ર બની ગયું છે. તે કોઈપણ સરકારી મિલકત પર બળજબરીથી કબજો કરવાનું એક માધ્યમ બની ગયું છે અને સુધારા એ સમયની જરૂરિયાત છે અને દરેક સુધારાનો વિરોધ કરવામાં આવે છે.

Tags :
CMYogiSpeaksGujarat FirstHiren davelanguage rowstalinYogi Adityanath
Next Article