Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ બિમારીના કારણે Zakir Hussain નું થયું મોત, જાણો પૂરી વિગત

વિશ્વપ્રસિદ્ધ તાલવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન ફેફસાની બિમારીએ લીધો ઝાકિર હુસૈનનો જીવ અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા દાખલ ઝાકિર હુસૈનના મોતથી સંગીત જગતમાં શોકનો માહોલ Zakir Hussain : વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને ભારતના સંગીત જગતના દિગ્ગજ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે....
આ બિમારીના કારણે zakir hussain નું થયું મોત  જાણો પૂરી વિગત
Advertisement
  • વિશ્વપ્રસિદ્ધ તાલવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન
  • ફેફસાની બિમારીએ લીધો ઝાકિર હુસૈનનો જીવ
  • અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા દાખલ
  • ઝાકિર હુસૈનના મોતથી સંગીત જગતમાં શોકનો માહોલ

Zakir Hussain : વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને ભારતના સંગીત જગતના દિગ્ગજ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. વર્ષોથી સંગીતના માધ્યમથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનાર ઝાકિર હુસૈનનું અવસાન આખી દુનિયા માટે એક આઘાતજનક સમાચાર છે. તેમના મૃત્યુ અંગેના અહેવાલો અનુસાર, તેઓ લાંબા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને છેલ્લાં ઘણા દિવસોથી તેઓ ICUમાં દાખલ હતા. તેમના નજીકના મિત્રો અને પરિવારજનોના જણાવ્યા મુજબ ડોકટરો તેમની તબિયત પર ચાંપતી નજર રાખી રહ્યા હતા, તેમ છતાં, તેમને બચાવી શકાયાં નહીં.

ફેફસાના ફાઈબ્રોસિસથી પીડિત

ઝાકિર હુસૈનના પરિવાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમના ફેફસામાં ફાઈબ્રોસિસ હતું જેના કારણે તેઓ બીમાર હતા. આ બીમારીના કારણે તેમનાં ફેફસાંમાં ગંભીર તકલીફો ઉભી થઈ હતી, જેના પરિણામે તેમની તબિયત સતત બગડી રહી હતી. તેમની પત્નીએ પરિવાર અને ચાહકોને પ્રાર્થનાઓ કરવા વિનંતી કરી હતી કે તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય.

Advertisement

અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા

કૌટુંબિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાકિર હુસૈન છેલ્લા અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની તબિયત ખૂબ જ નાજુક હતી. ડોકટરોના જણાવ્યા મુજબ, તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ અસ્થિર હતું, અને તે તેમની તબિયત વધુ ખરાબ થવાનો મુખ્ય કારણ બન્યું હતું. તેમના નજીકના મિત્ર અને પ્રખ્યાત વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, "ઉસ્તાદ ઝાકિર હુસૈન હાલ ICUમાં છે, અને તેમની તબિયતને લઈને અમે બધા ખૂબ જ ચિંતિત છીએ. આ સમય તમામ માટે ખૂબ જ મુશ્કેલ છે."

Advertisement

સંગીત જગતમાં યોગદાન

ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચાર માત્ર તેમના પરિવારજનો અને મિત્રો માટે જ નહીં પરંતુ આખા સંગીત જગત માટે એક મોટી ખોટરૂપ છે. ભારત અને વિદેશમાં લાખો ચાહકો માટે તેમનું સંગીત જીવનનો ખાસ હિસ્સો બની ગયું હતું. પ્રખ્યાત ગાયક અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સંગીતના ક્ષેત્રમાં આપેલું યોગદાન અમૂલ્ય છે. જેમ પાણી અને હવા આપણા માટે જીવનજરૂરી છે, તેમ તેમનું સંગીત લોકોના હૃદય માટે મહત્વનું હતું."

વિશ્વભરના ચાહકો શોકમાં

ઝાકિર હુસૈનની તબિયત અંગેના અહેવાલો મળતાં જ સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો તેમની તબિયત જલ્દી જ સારી થઇ જાય તે માટે પ્રાર્થનાઓ કરવા લાગ્યાં હતાં. તેમના ચાહકો માટે આ સમાચાર એક ખરાબ સપનું બનીને આવ્યા છે, કારણ કે તેઓ હજુ પણ આશા રાખતા હતા કે ઝાકિર સાજા થઈને ફરીથી સ્ટેજ પર પાછા ફરશે.

આ પણ વાંચો:  Zakir Hussain Passed Away : વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ

Tags :
Advertisement

.

×