ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttarakhand : કેદારનાથમાં ફરીથી હેલિકોપ્ટર થયું ક્રેશ, મુખ્યમંત્રી ધામીએ નિષ્ણાંતોની સમિતિ રચવાનો આપ્યો આદેશ

આજે રવિવાર વહેલી સવારે કેદારનાથ (Kedarnath) માં હેલિકોપ્ટર ક્રેશ થતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. વાંચો વિગતવાર.
08:40 AM Jun 15, 2025 IST | Hardik Prajapati
આજે રવિવાર વહેલી સવારે કેદારનાથ (Kedarnath) માં હેલિકોપ્ટર ક્રેશ થતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. વાંચો વિગતવાર.
Kedarnath Gujarat First

Uttarakhand : હવાઈ ઉડ્ડયન માટે અત્યારે કપરોકાળ ચાલી રહ્યો હોય તેમ લાગે છે. 12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આજે હવે વહેલી સવારે કેદારનાથ (Kedarnath) માં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ ક્રેશમાં પાયલોટ સહિત કુલ 7 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે. કેદારનાથના ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે આ હવાઈ અકસ્માત થયો છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરતા પોલીસ, ફાયર, NDRF અને SDRF જેવા વિભાગોના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

ખરાબ હવામાનને લીધે થયો અકસ્માત

કેદારનાથના ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે આજે રવિવારે વહેલી સવારે 5.30 કલાકે ઉડાન ભરેલ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર પટકાયું છે. ક્રેશ થયેલ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. આ હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત કુલ 7 લોકો સવાર હતા. ખબર મળતાં જ પોલીસ, ફાયર, NDRF અને SDRF જેવા વિભાગોના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં ગુજરાત, યુપી, મહારાષ્ટ્રના મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મૃતકોની ઓળખ થઈ

આજે વહેલી સવારે કેદારનાથના ગૌરકુંડની નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું છે.  આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજવીર નામના પાયલોટ, રાસી ઉખીમઠના નિવાસી વિક્રમ રાવત, વિનોદ, તૃષ્ટિ સિંહ, રાજકુમાર, શ્રદ્ધા અને 10 વર્ષની રાશિનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ધામીએ એક્સપર્ટ્સ કમિટિ રચવા આપ્યા આદેશ

ઉત્તરાખંડ  રાજ્યમાં તાજેતરના હેલિકોપ્ટર અકસ્માતોને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર કામગીરી અંગે કડક સૂચનાઓ જારી કરી છે. સીએમ ધામીએ કહ્યું કે, રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક SOP તૈયાર કરવી જોઈએ.  જેમાં હેલિકોપ્ટરની તકનીકી સ્થિતિની સંપૂર્ણ તપાસ કરવી અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી લેવી ફરજિયાત બનાવવી જોઈએ. સીએમ ધામીએ મુખ્ય સચિવને ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.  આ સમિતિ હેલિકોપ્ટર કામગીરીના તમામ તકનીકી અને સલામતી પાસાઓની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી SOP તૈયાર કરશે. આ સમિતિ ખાતરી કરશે કે હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સલામત, પારદર્શક અને નિર્ધારિત ધોરણો અનુસાર છે કે નહીં.

આ પણ વાંચોઃ  Ahmedabad Air India Plane Crash : એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો વાયરલ વીડિયો બનાવનાર આર્યને કહ્યું, 'હું ક્યારેય વિમાનમાં નહીં બેસું...'

ઘાસ કાપતી મહિલાઓએ સૌથી પહેલા સમાચાર આપ્યા

આજે વહેલી સવારે કેટલીક મહિલાઓ કેદારનાથના ગૌરકુંડ વિસ્તારમાં પહાડો વચ્ચે ઘાસ કાપવા આવી હતી. થોડીક ક્ષણો બાદ ગગનભેદી અવાજ સાથે એક હેલિકોપ્ટર જમીન પર પટકાયું હતું. આ ઘટનાની જાણ વહીવટી તંત્રને સૌથી પહેલા આ મહિલાઓએ કરી હતી. જાણ થતાં જ બચાવ સ્થળે પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ ફાયર NDRF અને SDRFના કર્મચારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઉત્તરાખંડના એડીજી ડો. વી. મુરુગેશને જણાવ્યું હતું કે, દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ત્રિજુગીનારાયણ અને ગૌરીકુંડ વચ્ચે અકસ્માતગ્રસ્ત થયું છે. NDRF અને SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : 'હું 2 દિવસથી માનસિક પરેશાન હતો, શું કહ્યું તે મને ખબર જ ન રહી', ડો. અનિલ પવારની સ્પષ્ટતા

Tags :
7 DeadAryan Companybad weatherGaurikundGujarat FirstGUJARAT FIRST NEWSHelicopter CrashKedarnathNDRFRescueSDRFTrijuginarayanUttarakhandWomen eyewitness
Next Article