શું છે વિપશ્યના સાધના, જેમાં ભાગ લેવા કેજરીવાલ પરિવાર સાથે હોશિયારપુર પહોંચ્યા
- કેજરીવાલ વિપશ્યના કરવા હોશિયારપુર પહોંચ્યા
- વિપશ્યના ભારતની એક અત્યંત પુરાતન ધ્યાન વિધિ છે
- 2500 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી
Vipassana meditation : આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ મંગળવારે (4 માર્ચ) તેમના પરિવાર સાથે 10 દિવસીય વિપશ્યના શિબિર માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા હતા. તેઓ આજે એટલે કે બુધવારે (5 માર્ચ) ધ્યાન કેન્દ્ર પહોંચ્યા છે. રાત્રે તે હોશિયારપુરથી લગભગ 14 કિલોમીટર દૂર ચૌહાલમાં નેચર હટમાં રોકાયા હતા. કેજરીવાલ હોશિયારપુરથી સીધા ચૌહાલ પહોંચ્યા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે હોશિયારપુરથી લગભગ 11 કિલોમીટર દૂર આનંદગઢ ગામમાં સ્થિત ધમ્મા ધજા વિપશ્યના કેન્દ્રમાં 10 દિવસીય વિપશ્યના શિબિરમાં ભાગ લીધો છે. આ વખતે તે પોતાના પરિવાર સાથે ધ્યાન કરવા આવ્યા છે. તેઓ અહીં 10 દિવસ એટલે કે 15 માર્ચ સુધી વિપશ્યના સાધના કરવા રહેશે.
કેજરીવાલ અગાઉ પણ વિપશ્યના શિબિરમાં ભાગ લઈ ચુક્યા છે
આ પહેલા પણ કેજરીવાલ વિપશ્યના શિબિરમાં ભાગ લેતા રહ્યા છે. તેઓ જયપુર, નાગપુર, હિમાચલ પ્રદેશમાં ધર્મશાલા નજીક ધરમકોટ અને બેંગલુરુ સહિત અનેક સ્થળોએ ભાગ લઈ ચુક્યા છે. આ બીજી વખત છે કે કેજરીવાલ વિપશ્યના શિબિર માટે આનંદગઢ આવ્યા છે. અગાઉ, તેમણે ડિસેમ્બર 2023 માં 10 દિવસની શિબિરમાં ભાગ લીધો હતો. આજે સવારે 6 વાગ્યાથી કેજરીવાલની સાધના શરૂ થઈ ગઈ છે.
શું છે વિપશ્યના
વિપશ્યના (Vipassana) ભારતની એક અત્યંત પુરાતન ધ્યાન વિધિ છે. આજથી લગભગ 2500 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી. વિપશ્યનાનો અભિપ્રાય છે કે જે વસ્તુ સાચેમાં જેવી છે, તેને તે પ્રકારે જાણવી. આ અંતરમનની ઊંડાઈઓમાં જઈને આત્મ-નિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ કરવાની સાધના છે. પોતાના નૈસર્ગિક શ્વાસના નિરીક્ષણથી આરંભ કરીને, પોતાના શરીર અને ચિત્તધારા પર પળે પળ નિમિત્તક પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા સાધક અનિત્ય, દુ:ખ, અને અનાત્મના સાર્વત્રિક સત્યો પ્રત્યક્ષ અનુભવે છે. ચિત્ત-વિશોધન અને સદગુણ-વર્ધનનો આ અભ્યાસ (Dhamma) સાધક ને કોઈ સાંપ્રદાયિક આલાંબનોમાં બાંધતો નથી. આ કારણસર વિપશ્યના સાધના સર્વગ્રાહ્ય છે, કોઈ ભેદભાવ વિના બધાજ માટે સમાનરૂપે કલ્યાણકારીણી છે.
આ પણ વાંચો : Lucknow કોર્ટેએ રાહુલ ગાંધીને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ,જાણો કેમ?
વિપશ્યના સાધનાનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ છે. એનો ઉદેશ્ય કેવળ શારીરિક વ્યધીયોનું નિર્મુલન કરવાનો નથી. પરંતુ ચિત્તશુદ્ધિને કારણસર કોઈ સાયકોસોમેટીક બીમારી દૂર થતી હોય છે. વાસ્તવમાં વિપશ્યના દુખના ત્રણ કારણો દુર કરે છે- રાગ, દ્વેષ અને અવિદ્યા. જો કોઈ આ વિદ્યાનો અભ્યાસ કરતો રહે, તો તે પગલે પગલે આગળ વધીને, પોતાના માનસના વિકારોથી પૂર્ણ રીતે નિતાંત વિમુક્ત અવસ્થાનો સાક્ષાત્કાર કરી શકે છે.
ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલ પહેલીવાર દિલ્હીની બહાર ગયા
તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ, અરવિંદ કેજરીવાલ જાહેરમાં દેખાયા નથી અને પોતાને પાર્ટી સંબંધિત પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત રાખ્યા છે. ચૂંટણી પરિણામો આવ્યા પછી તેઓ પહેલી વાર દિલ્હીની બહાર ગયા છે.
ભાજપે 48 બેઠકો જીતી, AAPએ 22 બેઠકો જીતી
ચૂંટણીની વાત કરીએ તો, 10 વર્ષ સુધી દિલ્હી પર શાસન કરનાર આમ આદમી પાર્ટીને આ વખતે ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો. પાર્ટી 70 માંથી ફક્ત 22 બેઠકો જીતી શકી. આપના વડા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન અને સોમનાથ ભારતી સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો જીતી અને દિલ્હીમાં કેજરીવાલની પાર્ટીના વર્ચસ્વનો અંત લાવ્યો.
આ પણ વાંચો : Himachal Pradesh : માતાએ દિલ પર પત્થર મુકી દિકરાને કર્યો જેલ હવાલે, જાણો શું છે મામલો


