Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-નેપાળ વચ્ચે પાણી અને સ્વચ્છતા સહયોગ નવી ઊંચાઈએ પહોંચ્યો

ભારત અને નેપાળ વચ્ચે પાણી, સ્વચ્છતા અને કચરો વ્યવસ્થાપન (WASH) ક્ષેત્રે સહકારને વધુ મજબૂત કરવા માટે આજે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત નેપાળ વચ્ચે પાણી અને સ્વચ્છતા સહયોગ નવી ઊંચાઈએ પહોંચ્યો
Advertisement
  • ભારત-નેપાળ વચ્ચે WASH ક્ષેત્રે MoU પર હસ્તાક્ષર
  • ટેકનિકલ સહયોગ અને અનુભવોનું આદાનપ્રદાન
  • ભારત અને નેપાળ વચ્ચે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો

india nepal MoU

MoU between India and Nepal : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આ MoU બંને દેશો વચ્ચે જળ સંરક્ષણ, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં ટેકનિકલ સહયોગ, અનુભવોના આદાનપ્રદાન અને સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપશે. જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવી ભારતની પહેલોના અનુભવોનું આદાનપ્રદાન કરીને, પાણી અને સ્વચ્છતાના પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે સમુદાય-આધારિત ઉકેલો વિકસાવવામાં આવશે.

Advertisement

MoU between India and Nepal

Advertisement

આ પણ વાંચો : Bihar Budget 2025-26 : નાણામંત્રીએ રજુ કર્યુ 3.17 લાખ કરોડનું બજેટ, મહિલાઓ માટે ખાસ જાહેરાતો

india nepal MoU

આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ મહત્વપૂર્ણ પ્રસંગે, નેપાળ સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી પ્રદીપ યાદવ, નેપાળમાં ભારતના રાજદૂત શ્રી નવીન શ્રીવાસ્તવ, ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સચિવ ડૉ. શંકર પ્રસાદ શર્મા, ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રીમતી દેબશ્રી મુખર્જી, ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રી અશોક કુમાર મીણા અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

india nepal MoU

ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં રાખીને, આ ભાગીદારી બંને દેશોના નાગરિકોના જીવનને વધુ સહજ, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચો : રામ મંદિર પર હુમલો કરવાનું કાવતરું! ફરીદાબાદથી યુપીના શંકાસ્પદની ધરપકડ, 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત

Tags :
Advertisement

.

×