Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાકુંભ દુર્ઘટનાની માહિતી આપતા રડી પડ્યા યોગી આદિત્યનાથ, 25 લાખની સહાયની જાહેરાત

મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કૂલ 30 લોકોનાં મોત નિપજ્યાં છે. તંત્ર દ્વારા 16 કલાક બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 60 થી વધારે લોકો ઘાયલ હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મહાકુંભ દુર્ઘટનાની માહિતી આપતા રડી પડ્યા યોગી આદિત્યનાથ  25 લાખની સહાયની જાહેરાત
Advertisement
  • ઘટનાની માહિતી આપતા ભાવુક થયા CM યોગી આદિત્યનાથ
  • ઘટનાની ન્યાયિક તપાસ માટે કમિટીની પણ રચના કરવામાં આવી
  • ભક્તોને જે પરેશાની થઇ રહી છે તેના કારણે હું ક્ષમાપ્રાર્થી છું

પ્રયાગરાજ : મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કૂલ 30 લોકોનાં મોત નિપજ્યાં છે. તંત્ર દ્વારા 16 કલાક બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 60 થી વધારે લોકો ઘાયલ હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓ પ્રતિક્રિયા સમયે ખુબ જ ભાવુક થઇ ગયા હતા.

સીએમ યોગીએ કહ્યું કે, આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તે જરૂરી છે. ત્રણ સભ્યોની સમિતિ તપાસ કરશે. જસ્ટિસ હર્ષ કુમાર, ભૂતપૂર્વ ડીજી વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ વીકે સિંહના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ બનાવવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Rajkot: 11 વર્ષના કિશોરનું હાર્ટ-એટેકથી મોત, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા હોસ્પિટલ દાખલ કરાયો

Advertisement

યુપીના સીએમ યોગી આદિત્યનાથ થયા ભાવુક

મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટનાનો ઉલ્લેખ કરતી વખતે યુપીના સીએમ યોગી આદિત્યનાથ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, "ગઈકાલે સાંજે 7 વાગ્યાથી, મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા અને સ્નાન કરી રહ્યા હતા. ઘણા લોકો બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન, એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો. 90 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો હતા. 30 નાગરિકોનાં મોત અને 60 થી વધારે ઘાયલ તે મારા માટે ખુબ જ આઘાતજનક ઘટના છે. જો કે આ દુર્ઘટના પ્રાથમિક રીતે બેરિકેડ તુટવા-તોડવાના કારણે અને કૂદીને બીજા બેરિકેડમાં જવાની લાલસાને કારણે બની છે. ત્રીસ લોકોના દુઃખદ મોત થયા છે. પ્રયાગરાજમાં 36 ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ ઘટના દુઃખદ છે. અમે તે બધા પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ત્યારથી વહીવટીતંત્રના સંપર્કમાં છીએ.આ બધા મુદ્દાઓ પર પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક છે. સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

મેળામાં મોડી રાત્રે 1થી 2 વાગ્યા વચ્ચે થઇ ભાગદોડ

મેળાના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, નાસભાગ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે થઈ હતી. પાંચ મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ નથી. ડીઆઈજી મહાકુંભએ જણાવ્યું હતું કે બ્રહ્મ મુહૂર્ત પહેલા મેળા વિસ્તારમાં અખાડા માર્ગ પર ભારે ભીડનું દબાણ હતું. આના કારણે બીજી બાજુના બેરિકેડ તૂટી ગયા. ભીડ બેરિકેડ્સ કૂદી ગઈ અને બ્રહ્મમુહૂર્ત સ્નાન માટે બીજી બાજુ રાહ જોઈ રહેલા ભક્તોને કચડી નાખવા લાગી.

આ પણ વાંચો : આ કલેક્ટર સાથે જોડાયેલો છે અભિશાપ? જ્યાં પણ જાય છે ભાગદોડ થાય છે!

મૃતકોના પરિવારની મદદ માટે સમગ્ર યુપી સરકાર ખડેપગે

ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોમાં કર્ણાટકના ચાર, આસામ અને ગુજરાતના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. મેળાના અધિકારીએ જણાવ્યું હતું કે ભાગદોડ પછી, વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવ્યો. જે દુર્ઘટના થઇ તે ખુબ જ દુખદ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને તમામ સહયોગ આપવા માટે સમગ્ર ઉત્તર પ્રદેશ સરકાર ખડેપગે છે. હવે આવી દુર્ઘટના ન બને તે માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાયા છે.

આ પણ વાંચો : ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ, ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં હેટ્રિક સર્જી

Tags :
Advertisement

.

×