Gondal : દિવાળીનાં તહેવારો બાદ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું, મગફળી, ડુંગળી, સોયાબિન સહિત જણસીની આવક
- Gondal માર્કેટિંગ યાર્ડ દિવાળીનાં તહેવારો બાદ ધમધમતું થયું
- કમોસમી વરસાદની આગાહીને લઈને યાર્ડ સત્તાધીશોની મહત્ત્વની સૂચના
- અન્ય કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળી-સોયાબીન જણસીની આવક બંધ કરાઈ
- લાભપાંચમનાં દિવસે જણસીની આવક થવા પામી હતી
Rajkot : સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) દિવાળીનું 8 દિવસનું વેકેશન પૂરું થતા આજથી તમામ જણસીની આવક શરૂ થવા પામી હતી. યાર્ડમાં આ વર્ષે લાભપાંચમનાં દિવસે રવિવાર હોય વેપારીઓ દ્વારા માત્ર મુહૂર્તનાં જણસીની હરાજીનાં સોદા કરવામાં આવ્યા હતા. જ્યારે, આજરોજ વિવિધ જણસીઓની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. પરંત હાલ, કમોસમી વરસાદની આગાહી ધ્યાનમાં રાખીને યાર્ડનાં સત્તાધીશો દ્વારા અન્ય કોઈ જાહેરાત ન કરવા આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન જણસીની આવક બંધ કરવામાં આવી છે.
Gondal યોર્ડમાં લાભપાંચમનાં દિવસે જણસીની આવક થવા પામી
ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) મગફળી, ડુંગળી, લસણ, કપાસ, સોયાબિન સહિત જણસીની આવક થવા પામી હતી, જેમાં મગફળીની 50 હજાર ગુણી, લસણ ની 3 હજાર કટ્ટા, ડુંગળીનાં અંદાજે 7 હજાર કટ્ટા, સોયાબીનનાં અંદાજે 25 હજાર કટ્ટા, ધાણાની 4 હજાર ગુણી, ચણાનાં 4 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.
આજથી રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવી હતી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રાજાઓ (Diwali Vacation) બાદ આજરોજ વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં હરાજીમાં મગફળીનાં (Peanut) 20 કિલોના ભાવ 900 થી 1221 સુધીના બોલાયા હતા.લસણનાં 20 કિલોનાં નીચા ભાવ 400 થી ઊંચા ભાવ 1000 સુધીનાં બોલાયા હતા. સોયાબિનનાં (Soybean) 20 કિલોના ભાવ રૂપિયા 800 થી રૂપિયા 880 સુધીના ભાવ બોલાયા હતા.
આ પણ વાંચો -ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને તહેરાનમાં બંધક બનાવી ખંડણી માગવામાં આવી
Gondal યાર્ડમાં ધાર્યા કરતાં જણસીની આવક ઓછી થઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ, ખેડૂતો, મજૂરો, વાહનોની આજથી ચહલ-પહલ જોવા મળી હતી. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ આગાહી તેમ જ અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલનાં કારણે વિવિધ જણસીની આવક ઓછી થવા પામી હતી પરંતુ, આગામી દિવસોમાં મગફળી, ડુંગળી, સોયાબિન સહિતની જણસી આવકમાં વધારો થશે તેવી યાર્ડનાં સત્તાધીશો દ્વારા ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો -Rain in Jamnagar : જામનગર, લાલપુર અને જામજોધપુરમાં કમોસમી વરસાદનો કહેર!
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને આવે છે
ખેડૂતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી જેવાકે રાજકોટ (Rajkot), પોરબંદર, જૂનાગઢ (Junagadh), અમરેલી (Amreli), સુરેન્દ્રનગર, મોરબી સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે, જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને પોતાની જણસીનાં હરાજીમાં સારા એવા ભાવ મળતા હોય છે. ત્યારે, સૌરાષ્ટ્રભરનાં ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ