Amit Khunt Case : CCTV જમા કરાવવા કોર્ટનો આદેશ, પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ!
- રીબડાનાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર (Amit Khunt Case)
- પોલીસે કોર્ટમાં કહ્યું-DVR શોર્ટસર્કિટ થતા CCTV ફૂટેજ રેકોર્ડ ન થયા!
- સગીરાની અરજી બાદ કોર્ટે CCTV જમા કરાવવા આદેશ કર્યો હતો
- ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનાં કેમેરા બંધ હોવાની વાત રજૂ!
- ગોંડલ DYSP કચેરીમાં કેમેરા ન હોવાનો પોલીસનો અહેવાલ!
Amit Khunt Case : રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં રીબડાનાં (Ribda) યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસે કોર્ટમાં કહ્યું કે DVR માં શોર્ટસર્કિટ થતાં CCTV ફૂટેજ રેકોર્ડ ન થયા. સગીરાની અરજી બાદ કોર્ટે CCTV જમા કરાવવા આદેશ કર્યો હતો. જો કે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનાં (Gondal taluka police station) કેમેરા બંધ હોવાની વાત રજૂ કરવામાં આવી હોવાનાં અહેવાલ છે.
આ પણ વાંચો - Rajkot : અમિત ખૂંટ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં નોંધાવી ફરિયાદ
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર
પોલીસે કોર્ટમાં કહ્યું DVRમાં શોર્ટસર્કિટ થતા CCTV ફૂટેજ રેકોર્ડ ન થયા
સગીરાની અરજી બાદ કોર્ટે CCTV જમા કરાવવા કર્યો હતો આદેશ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમેરા બંધ હોવાની વાત રજૂ!
ગોંડલ DYSP કચેરીમાં કેમેરા ન હોવાનો પોલીસનો અહેવાલ!… pic.twitter.com/IeKiumMt4C— Gujarat First (@GujaratFirst) July 3, 2025
DVR માં શોર્ટસર્કિટ થતા CCTV ફૂટેજ રેકોર્ડ ન થયા! : પોલીસ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ તાલુકાનાં રીબડાનાં યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) કોર્ટે સગીરાની અરજી પર પોલીસને CCTV ફૂટેજ જમા કરાવવા આદેશ કર્યો હતો. જો કે, હવે પોલીસ દ્વારા કોર્ટમાં CCTV નાં મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, DVR માં શોર્ટસર્કિટ થતા CCTV ફૂટેજ રેકોર્ડ ન થયા!
આ પણ વાંચો - Amit Khunt Case : આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ, કહ્યું- હોટેલમાં એક દિવસ..!
ગોંડલ DYSP કચેરીમાં કેમેરા ન હોવાનો પોલીસનો અહેવાલ!
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનાં (Gondal taluka police station) કેમેરા બંધ હોવાની વાત કોર્ટમાં રજૂ કરવામાં આવી! ગોંડલ DYSP કચેરીમાં કેમેરા ન હોવાનો પોલીસ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જણાવી દઈએ કે, અમિત ખૂંટ કેસમાં અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં (Gondal Court) ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja), તેમના પુત્ર ગણેશ જાડેજા, 6 PI સહિત કુલ 28 લોકો સામે નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરાયા હતા.
આ પણ વાંચો - Palanpur : પાલનપુરમાં મેઘરાજાની ધબધબાટી! માત્ર 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો


