Amit Shah in Rajkot : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના કર્યા વખાણ, જાણો શું કહ્યું ?
- રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહનું નિવેદન (Amit Shah in Rajkot)
- આજે મેં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું : Amit Shah
- સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલે સહકારી ક્ષેત્રે ખૂબ આગળ વધાર્યું : Amit Shah
- 'જયેશ રાદડીયા હાલ પોતાના પિતાના રસ્તે આગળ વધી રહ્યા છે'
Amit Shah in Rajkot : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચ્યા છે. અહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેસ્કોર્સ મેદાન ખાતે યોજાઈ રહેલા સહકારી મહાસંમેલનમાં હાજરી આપી છે. ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadiya), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya), દિલીપ સંઘાણી, રામ મોકરિયા સહિતના નેતાઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. સભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જયેશ રાદડિયા હાલ પોતાના પિતાના રસ્તે આગળ વધી રહ્યા છે. સહકારી ક્ષેત્રે પોતાનું ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહકાર સંમેલનમાં ઉપસ્થિત, જયેશ રાદડિયાએ કહી આ વાત
LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ.
સ્થળ: રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ. https://t.co/yXaE6nuNM3
— Jayesh Radadiya (@ijayeshradadiya) September 22, 2025
Amit Shah in Rajkot, જયેશ રાદડિયાનાં કર્યા વખાણ
રાજકોટનાં રેસ્કોર્સ મેદાન ખાતે યોજાઈ રહેલા સહકારી મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી (Amit Shah in Rajkot) આપી હાજર લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, આજે મેં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની (Vallabhbhai Patel) પ્રતિમાનું અનાવરણ કર્યું. સહકારી ક્ષેત્રે આ બંને મહાનુભાવોનું ખૂબ જ મોટું અને અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે MLA જયેશ રાદડિયાનાં વખાણ કરતા કહ્યું કે, જયેશ રાદડિયા હાલ પોતાના પિતાના રસ્તે આગળ વધી રહ્યા છે. સહકારી ક્ષેત્રે પોતાનું ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. અનેક નેશનલ એવોર્ડ રાજકોટ જિલ્લા બેંક દ્વારા જીતવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Rajkot : ખોડલધામનાં મંચ પરથી ચેરમેન નરેશ પટેલનો સમાજને ખાસ સંદેશ
અકસ્માતમાં જીવ ગુમાવનારા દૂધ ઉત્પાદકોનાં પરિવારજનોને સહાય અપાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને ખાસ અપીલ કરતા કહ્યું કે, પ્રેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક અને જૈવિક ખેતી અપનાવીએ. જૈવિક ખેતીથી સ્વાસ્થ્ય સુધારવા અને જૈવિક ખેતી કરનારને મોટો નફો મળે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે, તેમ જણાવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે અકસ્માતમાં જીવ ગુમાવનારા દૂધ ઉત્પાદકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનાં ચેક આપવામાં આવ્યા છે. 12 જેટલા દૂધ ઉત્પાદકોના અકસ્માતમાં મોત થતા તેમના પરિવારજનોને કુલ 1.20 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચો - ચૈતર વસાવાને જામીન મળતા જ AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું સત્યમેવ જયતે


