Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે કર્યો હુમલો, 4 લોકોને મારી છરી થઈ ગયો ફરાર

Gondal: ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે 4 યુવાનને છરી મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી
gondal  કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે કર્યો હુમલો  4 લોકોને મારી છરી થઈ ગયો ફરાર
Advertisement
  1. મજૂર પરિવાર પગપાળા જતો હતતો તે દરમિયાન બની ઘટના
  2. મજૂર પરિવારે જોઈને ચલાવવાનું કહેતા બાઇક ચાલકે છટકતા કર્યો હુમલો
  3. 4 યુવાનને છરી મારી ફરાર થયેલા યુવકને શોધવા પોલીસ સક્રિય

Gondal: ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે 4 યુવાનને છરી મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે, ગોંડલ કડિયા લાઈનમાં દિલીપ દૂધી નામની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે રહેતો મજૂર પરિવાર પગપાળા જતા હતા તે દરમિયાન બાઇક ચાલકની બાઇક અડી જતા મજૂર પરિવારે જોઈને ચલાવવાનું કહેતા બાઇક ચાલકનો પીતો છટકતા ભરબજારે 4 જેટલા યુવાનોને છરી મારી દીધી હતી.

આ પણ વાંચો: Gondal: કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવના પ્રાગટય દિવસે યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Advertisement

યુવકને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

ઘટના બાદ ચારેય યુવાનોને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક યુવાનને પડખાના ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળના ભાગે છરી લાગી હતી ચારેય યુવાનોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં પડખાના ભાગે ઇજા થનાર યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Gondal: મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક લાગી આગ

પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં

સમગ્ર બનાવને લઇને ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના PSI, સર્વેલન્સ સ્ટાફ અને LCB બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ CCTV આધારિત તપાસ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યારે હિંસાની ઘટનાઓ ખુબ જ વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે, જો કે, પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: આકાશી પર્વની મોજમાં બે મોર અને એક બાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, કરુણા અભિયાને બચાવ્યો જીવ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×