Home » રાજકોટમાં બહાર આવ્યું નકલી સર્ટિફિકેટ કૌભાંડ, 1 મહિલા સહિત 5 સામે ફરિયાદ
રાજકોટમાં બહાર આવ્યું નકલી સર્ટિફિકેટ કૌભાંડ, 1 મહિલા સહિત 5 સામે ફરિયાદ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
126
રંગીલા રાજકોટમાંથી નકલી સર્ટિફિકેટનું કૌભાંડ થઇ રહ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, શહેરના અમુક લોકો દ્વારા રાજધાની દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યા તે સંસ્થાને રજિસ્ટર કરાવવામાં આવી અને ત્યારબાદ નકલી સર્ટિફિકેટ વેચવાનો કાળો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નકલી સર્ટિફિકેટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે એક મહિલા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિસ્તારથી વાત કરીએ તો, ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજકોટમાં મોટા પ્રમાણમાં નકલી સર્ટિફિકેટનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે બાદ પોલીસે છટકું ગોઠવી રાજકોટ શહેરના નાના મોવા વિસ્તારમાં આવેલી PGVCL ની કચેરી પાસે આવેલા માધવ કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા, જ્યાથી સરકારની માન્યતા વિના જ ગેરકાયદે SEIT (સૌરાષ્ટ્ર એન્જિનિયરીંગ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) નામની સંસ્થા ખોલી ડિપ્લોમાં ડિગ્રી કોર્સ અને ITI નકલી સર્ટિફિકેટ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપ્યું હતું. આ કૌભાંડ કરનાર એક આરોપી જયંતિ સુદાણીની પોલીસે ધરપકડ કરી દીધી છે. રાજકોટ પોલીસે જયંતિ સુદાણી નામના જે શખ્સની ધરપકડ કરી છે તેણે અંદાજે એક વર્ષમાં જ ગુજરાતની 57 જેટલી શાળાઓને નકલી સર્ટિફિકેટ આપ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, હવે પોલીસે ખાંભાના આ શખ્સ જયંતિ સુદાણીની ધરપકડ કરી તપાસ શરૂ કરી દીધી છે.
ક્રાઇમ બ્રાન્ચે જ્યારે જયંતિ સુદાણીની ધરપકડ કરી ત્યારે તેની ઓફિસમાંથી મોટી સંખ્યામાં નકલી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચે અહી દરોડા પાડતા પહેલા છટકું ગોઠવી એક ડમી વિદ્યાર્થીને તેની ઓફિસે મોકલ્યો હતો. જ્યા આ ડમી વિદ્યાર્થીને આ શખ્સ જયંતિ સુદાણીએ 14 વર્ષ જુનુ ITI (મિકેનિકલ ફિટર) નું સર્ટિફિકેટ કાઢી આપવાની વાત કહી અને તેના બદલામાં રૂપિયા 15 હજારની પણ માગ કરી હતી. અહીં સૌથી નવાઇની વાત એ પણ રહી કે આ શખ્સ પોતે જ સહી, સિક્કાઓ કરી આપતો અને પોતે જ પ્રિન્સિપલ હોવાનો સ્ટેમ્પ પણ મારી આપતો હતો. ત્યારબાદ જ્યારે આ શખ્સના ત્યા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેની ઓફિસેથી SEIT (સૌરાષ્ટ્ર એન્જિનિયરીંગ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) નું વાયરમેનના કોર્સનું સર્ટિફિકેટ મળ્યું હતું. આ ઉપરાંત આ ઓફિસમાંથી બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હીનાં કોરા એપ્લીકેશન ફોર્મ, બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હીનાં ધો.12ના અલગ અલગ પ્રશ્ન પત્રો, બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજયુકેશન (બીએચએસઈ) દિલ્હીની બુકલેટ, રજીસ્ટ્રેશન ફોર્મ, એડમીટ કાર્ડ જેવા અલગ-અલગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને જયંતિ સુદાણીની ઓફિસમાંથી એવા સર્ટિફિકેટ પણ મળી આવ્યા જે સંસ્થા વિશે વધુ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ સંસ્થા તો exist જ કરતી નથી. જે સંસ્થાની અહી વાત થઇ રહી છે તે હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા છે. વળી અહીં માહિતી એ પણ મળી રહી છે કે, તેને એક ખાંભાનો કેતન જોશી નામક શખ્સ ચલાવતો હતો. આ વિશે જાણ થતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તે સ્થળે દોડી ગઇ અને તે શખ્સ (કેતન જોશી) ની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછ બાદ આ સમગ્ર મામલે વધુ કોભાંડ બહાર આવ્યા છે. આ કૌભાંડમાં કોઇ એક શખ્સ નહીં પણ ઘણા લોકોનો હાથ છે. મહત્વનું છે કે, રાજકોટના બે શખ્સ અશોક લાખાણી અને અન્ય એક શખ્સે 10 વર્ષ પહેલા દિલ્હીમાં પોતે જઇને એક નકલી સંસ્થા રજિસ્ટર કરાવી હતી. ત્યારબાદ આ સંસ્થાના ત્રણ ટ્રસ્ટી બન્યા હતા. જેમા જયંતિ સુદાણી પણ હતા. આ સમગ્ર કામ બહુ સરળતાથી આ લોકો કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ લોકોએ રાજ્યની અંદાજે 57 જેટલી શાળાઓને આ પ્રકારના નકલી સર્ટિફિકેટ આપ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં જયંતિ સુદાણી, અશોક લાખાણી, કેતન જોશી અને અન્ય એક મહિલા સહિત 5 લોકો ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject