Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દીકરાને Police Job અપાવવાની લાલચે ખેડૂતે 1.48 કરોડ ગુમાવ્યા, બે ગઠીયાઓ સામે નોંધાઈ ફરિયાદ

Police Job હોય કે, કોઈ અન્ય સરકારી નોકરી તે મેળવવા માટે નોકરી વાંચ્છુ કોઈપણ ભોગ આપવા તૈયાર થઈ જાય છે. સરકારી નોકરીના નામે છેતરપિંડી થઈ હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. છતાં Government Job મેળવવા માટે લાખો/કરોડોની લાંચ આપવા તૈયાર છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ (Rajkot Crime Branch) ખાતે એક ખેડૂત કમ પશુપાલકે નોંધાવેલી ફરિયાદના આધારે બે ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે.
દીકરાને police job અપાવવાની લાલચે ખેડૂતે 1 48 કરોડ ગુમાવ્યા  બે ગઠીયાઓ સામે નોંધાઈ ફરિયાદ
Advertisement

Police Job હોય કે, કોઈ અન્ય સરકારી નોકરી તે મેળવવા માટે નોકરી વાંચ્છુ કોઈપણ ભોગ આપવા તૈયાર થઈ જાય છે. સરકારી નોકરીના નામે છેતરપિંડી થઈ હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. છતાં Government Job મેળવવા માટે લાખો/કરોડોની લાંચ આપવા તૈયાર છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ (Rajkot Crime Branch) ખાતે એક ખેડૂત કમ પશુપાલકે નોંધાવેલી ફરિયાદના આધારે બે ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે. બંને શખસોએ ખેડૂતના પુત્રને Police Job અપાવવાની લાલચ આપીને પહેલાં 15 લાખ અને પછી 2.36 કરોડ મેળવ્યા હતા. ફરાર આરોપીઓએ અન્ય લોકો સાથે ઠગાઈ કરી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શું છે સમગ્ર મામલો અને કેટલાં રૂપિયાની આરોપીઓએ કરી છે છેતરપિંડી ? વાંચો આ અહેવાલમાં...

Police Job ની લાલચ કોણે આપી ?

રાજકોટ તાલુકાના નવા ગામે રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારા ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. જીલુભાઈને ત્રણ પુત્રો રાહુલ (ઉ.25), રોહિત (ઉ.23) અને રાકેશ (ઉ.21) છે. જીલુભાઈ 10 વર્ષ અગાઉ દ્વારકા દર્શનાર્થે ગયા હતા ત્યારે તેમનો પરિચય જ્ઞાતિ બંધુ હરિભાઈ રાજાભાઈ ગમારા સાથે થયો હતો. ત્યારબાદ બંને જણા જ્ઞાતિબંધુ તરીકે ફોન પર સંપર્કમાં રહેતા અને પછી ધીરેધીરે પારિવારીક સંબંધો વધ્યા હતા. વર્ષ 2021-22માં હરિ ગમારા જીલુભાઈના ઘરે આવ્યા હતા અને "પીએસઆઈની ભરતી ચાલુ છે. દીકરાને PSI માં પાસ કરાવવો હોય તો કહેજો મારી પાસે લાગવગ છે". ત્યારબાદ વિવેક પ્રવીણભાઈ દવે સાથે વાત કરાવી હતી. હરિ ગમારાએ વિવેક દવેને રાજકીય નેતાઓ સાથે ઘરોબો હોવાની વાત કરી Police Job ની લાલચ આપી હતી.

Advertisement

PSI Job માટે 15 લાખ પડાવ્યા હતા

જીલુભાઈ મોટા દીકરા રાહુલને Police Job અપાવવા લાલચમાં આવી ગયા હતા. PSI ની નોકરી માટે 50 લાખ રૂપિયા ખર્ચવા પડશે અને એડવાન્સમાં 15 લાખ આપવા પડશે તેવું હરિ ગમારાએ કહેતા જીલુભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરી દીધી હતી. પીએસઆઈ મેરિટ (Gujarat PSI Result) જાહેર થતાં રાહુલનું નામ તેમાં આવ્યું ન હતું. આથી જીલુભાઈએ હરિ ગમારાનો સંપર્ક કરતા "સેટિંગ કરવાનું હતું તે સાહેબ મરણ ગયા છે" તેમ કહીને રૂપિયા 14 લાખ પરત કરી દીધા હતા. એક લાખ રૂપિયા વિવેક દવેએ ખર્ચા પેટે રાખ્યા હોવાનું કહ્યું હતું.

Advertisement

પૈસા પરત આપીને ખેડૂતને DSP Job ની લાલચ આપી

14 લાખ પાછા આપ્યાના થોડાંક દિવસો બાદ હરિ ગમારાએ "ભારત સરકારના મંત્રીઓ સાથે સંબંધ ધરાવતા વિવેક દવે ડાયરેક્ટ DSP નો ઑર્ડર કરાવી આપશે, પરંતુ આ વખતે 2.36 કરોડ થશે" તેવી લાલચ જીલુભાઈને આપી હતી. Police Job માટે લીધેલા રૂપિયા હરિ ગમારા અને વિવેક દવેએ પરત કરી દીધા હોવાથી જીલુભાઈ તેમના વિશ્વાસમાં આવી ગયા હતા. 50 લાખ રૂપિયા એડવાન્સ આપવાનું કહેતાં જીલુભાઈએ થોડાંક દિવસોમાં 37,76,366 રૂપિયાની વ્યવસ્થા કરી વિવેક દવેના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ હરિ ગમારાએ DSP Job Order તૈયાર છે. પૈસા તાત્કાલિક આપવા પડશે તેમ કહેતાં 1,98,23,634 રૂપિયા રોકડા આપ્યા હતા. થોડાક દિવસો બાદ પણ નોકરીનો ઑર્ડર નહીં આવતા જીલુભાઈએ હરિ ગમારાને પૂછતાં તેણે વધુ 10 કરોડ આપવા પડશે તેમ જણાવ્યું હતું. આથી જીલુભાઈએ હવે મારી પાસે રૂપિયા નથી અને મારા દીકરાનો ઑર્ડર નથી જોઈતો, રૂપિયા પાછા આપી દો તેમ કહ્યું હતું.

2.36 કરોડમાંથી ગઠીયાઓએ કેટલાં નાણા પરત કર્યા ?

પુત્રની કેન્દ્ર સરકારમાં નોકરી લાગે તે માટે જીલુભાઈ ગમારાએ હરિ ગમારા અને વિવેક દવેને આપેલી 2.36 કરોડ જેટલી માતબર રકમ પરત લેવા ઉઘરાણી શરૂ કરી હતી. હરિ રાજાભાઈ ગમારા (રહે. ઘેટી, તા.પાલીતાણા) અને વિવેક પ્રવીણભાઈ દવે ઉર્ફે વીકી (રહે. હરિક્રિષ્ણા રેસીડેન્સી, ગારીયાધાર બાયપાસ, પાલીતાણા) એ રૂપિયા 88 લાખ રોકડા પરત કરી દીધા હતા. બાકીની રકમ અંગે વિવેક દવેએ ઑગસ્ટ-2024માં હાથ ઉછીના રૂપિયાનો સમજૂતી કરાર લખી આપી 74 લાખની રકમના બે ચેક આપ્યા હતા. જીલુભાઈને રકમ પરત નહીં મળતા તેમણે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં હરિ ગમારા (Hari Gamara) અને વિવેક દવે ઉર્ફે વીકી (Vivek Dave alias Vicky) સામે ફરિયાદ આપી છે.

આ પણ વાંચો: Ahmedabad: પૂર્વ વિસ્તારમાં શ્વાનનો આતંક, બાળકને કરડતા પોલીસ ફરિયાદ થઇ

Tags :
Advertisement

.

×