Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

રાષ્ટ્રીય વીર જાટ સેનાનાં આગેવાનો દ્વારા આ કેસમાં CBI તપાસની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
rajkumar jat case   પિતાનો આક્રોશ  કહ્યું  પોલીસ અધૂરાં cctv જ આપી રહી છે
Advertisement
  1. ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના પિતાનો આક્રોશ (Rajkumar Jat Case)
  2. પોલીસની કામગીરી સામે મૃતક યુવકના પિતાએ ઉઠાવ્યા સવાલ
  3. પોલીસ અધૂરા CCTV જ આપી રહી છે : રતનલાલ જાટ
  4. રાષ્ટ્રીય વીર જાટ સેનાના આગેવાનો દ્વારા આવેદનપત્ર

Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત મામલે જાટ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત બાદ રાજસ્થાન અને દિલ્હીમાં પણ આ કેસનાં પડઘા પડ્યા છે. ત્યાર હવે આ મામલે મૃતક યુવક રાજકુમાર જાટનાં પિતાનો ફરી એકવાર આક્રોશ સામે આવ્યો છે. તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ રાષ્ટ્રીય વીર જાટ સેનાનાં આગેવાનો દ્વારા આ કેસમાં CBI તપાસની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન

Advertisement

મારી પાસે ગણેશ ગોંડલના નંબર નથી : રતનલાલ જાટ

ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત કેસનાં (Rajkumar Jat Case) રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે. આ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે મૃતક યુવક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનો ફરી એકવાર આક્રોશ સામે આવ્યો છે. તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, પોલીસ અધૂરા CCTV ફૂટેજ જ આપી રહી છે. પોલીસ શાં માટે ઘરનાં પૂરા CCTV નથી આપી રહી ? મારી માંગ છે કે CBI તપાસ થાય. મારી પાસે ગણેશ ગોંડલના નંબર નથી. છતાં, 10 સેકન્ડની ફેક ઓડિયો ક્લિપ વાઇરલ કરાઈ છે. રતનલાલ જાટ એ વધુમાં કહ્યું કે, અમે હાઈકોર્ટમાં જઈશું, જરૂર પડશે તો સુપ્રીમ જઈશું. માહિતી અનુસાર, મૃતક યુવક રાજકુમાર જાટના પિતા PM રિપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ લેવા કુવાડવા પોલીસ મથકે પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ

રાષ્ટ્રીય વીર જાટ સેનાના આગેવાનો દ્વારા આવેદનપત્ર

બીજી તરફ રાજકુમાર જાટ મોત મામલે રાષ્ટ્રીય વીર જાટ સેનાનાં (Rashtriya Veer Jat Sena) આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવા માગ કરાઈ હતી. સમાજનાં આગેવનોએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં અકસ્માતનાં કારણે મોત બતાવવામાં આવ્યું છે જ્યારે, અમને શંકા છે રાજકુમારની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો - Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!

Tags :
Advertisement

.

×