Gondal : સુલતાનપુર પેટા ચૂંટણીમાં BJP નાં ઉમેદવારનો 2263 મતથી ભવ્ય વિજય
- સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારનો વિજય (Gondal)
- વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાનો 2263 મતથી ભવ્ય વિજય
- કોંગ્રેસનાં ઉમેદવાર નલીનાબેન કુંજડિયાને માત્ર 329 મત મળ્યા
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાની (Gondal) તાલુકા પંચાયતની એક સુલતાનપુર બેઠક પર પેટાચૂંટણી માટે તાલુકાસેવા સદનમાં સવારે 9 વાગ્યે મતગણતરી ચાલુ થઈ હતી અને 6 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. હવે, મતગણતરીનાં પરિણામો આવી ગયા છે, જે મુજબ સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાનો (Varshaben Gondaliya) ભવ્ય વિજય થયો છે.
પરિણામો આવતા જ ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
તાલુકાસેવા સદન ખાતે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને પરિણામો આવતા જ ભાજપનાં (BJP) કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મતગણતરી દરમિયાન ભાજપ ઉમેદવાર વર્ષાબેન ગોંડલિયાને 2263 મત, કોંગ્રેસ (Gondal) ઉમેદવાર નલીનાબેન કુંજડિયાને 329 મત જ્યારે નોટામાં 51 મત મળ્યા હતા.
ભાજપનાં ઉમેદવાર વર્ષાબેન ગોંડલીયાનો 2263 મતથી વિજય
સુલતાનપુર પેટા ચૂંટણીમાં (Sultanpur by-election) ભાજપનાં ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા 2263 મતથી ભવ્ય વિજય હાંસલ કરી ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્ક ચેરમેન અશોકભાઈ પીપળીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ (બાવભાઇ ટોળીયા), ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમર અને તાલુકા ભાજપની ટીમ દ્વારા તેમનું હારતોરા કરી મીઠું મોઢું કરાવ્યું હતું.
આ પણ વાંચો - Chhota Udepur માં ચૂંટણી પરિણામ બાદ બબાલ, BSP અને ભાજપ કાર્યકરો આવ્યા સામ-સામે
આ પણ વાંચો - Local Body Election Result : સ્થાનિક સ્વરાજના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરની પ્રતિક્રિયા
ભાજપની ભવ્ય જીત થતા ગોંડલ તાલુકા (Gondal) ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સુલતાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સુલતાનપુર ગામનો વિકાસ અને અવારનવાર કામ કરતા હોય તેવા લોકોનો વિજય થતો હોય અને ભારતીય જનતા પાર્ટીએ સતત એક્ટિવ રહેતા એવા હિતેશભાઈ ગોંડલિયાનાં પત્ની વર્ષાબેન ગોંડલિયાને ટિકિટ આપી પસંદગી કરી હતી અને વર્ષાબેનનો ભવ્ય વિજય થયો છે. વિકાસની વાતો હોઈ કે અન્ય કોઈ પણ કામ હોઈ હર હંમેશાં લોકોની વચ્ચે રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને કોંગ્રેસને માત્ર 300 જેવા મત જ મળ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખે સુલતાનપુર ગામનાં આગેવાનો, મતદારો, તેમ જ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gujarat Local Body Election Result : સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો


