Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : ગોંડલ યાર્ડનાં ચેરમેન અને BJP નેતા અલ્પેશ ઢોલરીયાએ વૃદ્ધ દંપતીને દત્તક લીધું

વૃદ્ધ બ્રાહ્મણ દંપતીને માતા-પિતા તરીકે દત્તક લઇ શાસ્ત્રોકત પૂજન સાથે પુત્ર તરીકે આજીવન ફરજ બજાવવા સંકલ્પ કરી સરાહનીય કાર્ય કર્યુ છે.
gondal   ગોંડલ યાર્ડનાં ચેરમેન અને bjp નેતા અલ્પેશ ઢોલરીયાએ વૃદ્ધ દંપતીને દત્તક લીધું
Advertisement
  1. ગોંડલ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ વૃદ્ધ દંપતીને દત્તક લીધું
  2. યુવાન પુત્રને ગુમાવનારા વૃદ્ધ દંપતીનું શાસ્ત્રોકત પૂજન કરી આજીવન ફરજ બજાવવાનો સંકલ્પ કર્યો
  3. વૃદ્ધ બ્રાહ્મણ દંપતીનાં સંઘર્ષની જાણ થતા નિર્ણય લીધો, આરતી ઉતારી આશીર્વાદ લીધા

Gondal : માનવીય અભિગમ અને ઉદારતા માટે જાણીતા ગોંડલ યાર્ડનાં ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ (Alpeshbhai Dholariya) ગોંડલમાં રહેતા અને આર્થિક રીચે નબળી પરિસ્થિતિનાં કારણે સંઘર્ષ કરતા વૃદ્ધ બ્રાહ્મણ દંપતીને માતા-પિતા તરીકે દત્તક લઇ શાસ્ત્રોકત પૂજન સાથે પુત્ર તરીકે આજીવન ફરજ બજાવવા સંકલ્પ કરી સરાહનીય કાર્ય કર્યુ છે.

Gondal નાં વૃદ્ધ દંપતીનાં યુવાન પુત્રનું કિડનીની બીમારીથી મૃત્યુ થયું હતું

રાજકોટ જિલ્લાના ગોંડલનાં (Gondal) ખોડિયારનગરમાં રહેતા બ્રાહ્મણ જનકભાઇ જોશી ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. તેમના પત્ની પ્રતિભાબેન પારકા કામ કરી પતિને મદદરૂપ બને છે.આ વૃદ્ધ દંપતીનાં જીવનની કરુણતા એ હતી કે તેમનો એકનો એક યુવાન પુત્ર કિડનીની બીમારીમાં મૃત્યુ પામ્યો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દીકરાની તમામ સારવાર કરી પણ કારગત ના નીવડી. આધારસ્તંભ સમો પુત્ર છીનવાઇ જતા વૃદ્ધ દંપતી હતપ્રત બની ગયા હતા. દર્દને દિલમાં છુપાવી જિંદગી જીવવી પડતી હોય છે. આ દંપતી પણ વૃદ્ધાવસ્થામાં પેટનો ખાડો પૂરવા સંઘર્ષ કરી રહ્યું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : AMC નોકર મંડળના કર્મચારીઓનો વ્યાપક વિરોધ : પોતાના હકોની કરી માંગણી

વૃદ્ધ દંપતીનાં સંઘર્ષની જાણ અલ્પેશ ઢોલરીયાને થતાં દત્તક લેવા નિર્ણય કર્યો

વૃદ્ધ બ્રાહ્મણ દંપતીનાં (Brahmin Couple) સંઘર્ષની જાણ અલ્પેશભાઈ ઢોલરીયાને થતા તેમણે બ્રહ્મ સમાજનાં પ્રમુખ જિતુભાઇ આચાર્યનો સંપર્ક કરી આ વૃદ્ધ દંપતીને દત્તક લેવાની ભાવના વ્યક્ત કરતા જિતુભાઇ આચાર્યે તેમની લાગણી બિરદાવી વૃદ્ધ દંપતીને રૂબરૂ મળી તમે ગુમાવેલો પુત્ર તમને અલ્પેશભાઈ સ્વરુપે પાછો મળી રહ્યો છે. તેવું કહી ખોડિયારનગર સ્થિત દંપતીનાં નિવાસસ્થાને બધાને એકત્ર કર્યા હતા.

આ વેળાએ ભુવનેશ્રવરી પીઠનાં અધ્યક્ષ રવિદર્શનજી,જિતુભાઇ આચાર્ય, ગિરીશભાઈ રાવલ, કલ્પેશભાઈ વ્યાસ, યોગેન્દ્રભાઇ જોશી, જિતુભાઇ પંડ્યા, પારસભાઇ જોશી, દિલીપભાઈ વ્યાસ, વિક્કીભાઇ મહેતા સહિત બ્રહ્મ અગ્રણીઓની હાજરી વચ્ચે શાસ્ત્રી નિખિલભાઈ જોષીએ વેદોક્ત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે અલ્પેશભાઈ ઢોલરીયાનાં હસ્તે વૃદ્ધ દંપતી જનકભાઇ તથા પ્રતિભાબેનનું પૂજન કરાવી બન્નેની આરતી ઉતારી સંકલ્પ કરાવતા અલ્પેશભાઈએ પુત્ર બની આશિર્વાદ મેળવ્યાં હતા.

આ પણ વાંચો - Seventh Day School : તપાસ કમિટીની પૂછપરછ, સ્કૂલ તંત્રે 3 દિવસનો સમય માંગ્યો!

આજીવન હું આ માતા-પિતાની દેખભાળ સાથે સેવા કરીશ : અલ્પેશભાઈ ઢોલરીયા

અલ્પેશભાઈ ઢોલરીયાએ ભાવવિભોર બની કહ્યું કે, આજીવન હું આ માતા-પિતાની દેખભાળ સાથે સેવા કરીશ. હું એક સમયે મજૂરી કરતો હતો. મારાં માતા-પિતાનાં આશિર્વાદથી આ સ્થાને પહોંચ્યો છું. આજે જ્યારે બ્રાહ્મણ સ્વરુપા નવા માતા-પિતા મેળવ્યા છે. ત્યારે મારાં જીવનને ધન્ય માનું છે. પવિત્ર એકાદશીનો દિવસ છે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો (PM Modi) જન્મદિવસ છે. ત્યારે માતા-પિતા તથા વૃદ્ધ સમાજ દ્વારા મળેલા આશિર્વાદ હું નરેન્દ્રભાઈ મોદીનાં સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુ માટે અર્પણ કરું છું. અલ્પેશભાઈ ઢોલરીયાની બ્રહ્મ સમાજ પ્રત્યેની લાગણી તથા કર્તવ્યને લઇને રવિદર્શનજી, બ્રહ્મ સમાજનાં જિતુભાઇ આચાર્ય, ગિરીશભાઈ રાવલ, કલ્પેશભાઈ વ્યાસ, યોગેન્દ્રભાઇ જોષી સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Bhavnagar : 30 હજારથી વધુ ભાવનગરવાસી PM મોદીનું કરશે ભવ્ય સ્વાગત!

Tags :
Advertisement

.

×