Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: પોલીસને પડકાર ફેકનારા બે નબીરા ઝડપાયા, જાહેરમાં છરી રાખી વીડિયો બનાવી કર્યો હતો વાયરલ

Gondal: છરી રાખી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે બન્નેને ઝડપી પાડી છરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
gondal  પોલીસને પડકાર ફેકનારા બે નબીરા ઝડપાયા  જાહેરમાં છરી રાખી વીડિયો બનાવી કર્યો હતો વાયરલ
Advertisement
  1. મકરસંક્રાંતિના દિવસે હાથમાં છરી રાખી બનાવ્યો હતો વીડિયો
  2. વીડિયો વાયરલ થતા ગોંડલ પોલીસે હાથ ધરી કાર્યવાહી
  3. વીડિયો અપલોડ કરી ગોંડલ પોલીસને ફેક્યો હતો પડકાર

Gondal: ગોંડલમાં 2 યુવાનોએ જાહેરમાં હાથમાં છરી રાખી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે બન્નેને ઝડપી પાડી છરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે બે યુવકોએ અલગ અલગ જાહેર સ્થળો પર હાથમાં છરી રાખી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ લોકોએ કાયદાનો ડર રાખ્યા વિના વીડિયો બનાવી વાયરલ પણ કર્યો હતો.

આ પણ વાંચો: લાલ દરવાજા પાસેથી ગુજરાત ATSએ 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું, એકની ધરપકડ

Advertisement

યુવકો પાસેથી મળી આવી હતી 12 ઇંચની બે છરીઓ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, જયદીપ ભાયાભાઈ ભાલારા અને ભાવેશ ગોરધનભાઇ ગોહેલ બન્ને યુવકોએ માંડવીચોક પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલ નજીક છરી હાથમાં રાખી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા.પોલીસે બંને આરોપીને ચેક કરતા પેન્ટના નેફામાં રાખેલ લોખંડની ધારવાળી 12 ઇંચની બે છરી કબ્જે કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બન્ને યુવકો સામે ભારતીય નાગરીક સુરક્ષા સહીંતાની કલમ-35(3)(6) મુજબની કાર્યવાહી કરી છે. તપાસ કામે જરૂર પડે ત્યારે હાજર રહેવા માટે નોટિસ આપેલ છે.

Advertisement

આ પણ વાંચો: FRC કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ, યોગ્ય જવાબ નહીં આપે તો..

જાહેર સ્થળો પર હથિયાર બનાવી બનાવ્યો હતો વીડિયો

લોકોમાં અત્યારે કાયદાનો ડર ઓછો થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતાં રહે છે. આવા લોકો ખુલ્લેઆમ હથિયારો રાખીને વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરતા હોય છે. જે પોલીસને ખુલ્લો પડકાર છે. ગોંડલમાં આ લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કેસની સમગ્ર કામગીરીમાં PI એ.સી.ડામોર, હેડ.કૉન્સ્ટેબલ દીવ્યરાજસીંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, પોલીસ કૉન્સ્ટેબલ જયસુખભાઈ સોરીયા, ભાવેશભાઈ સાસિયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાયબર ઠગોએ પ્રોફેસર પાસેથી રૂપિયા 50 લાખ પડાવ્યાં, ઘરે આવીને પણ રૂપિયા લઈ ગયા હતાં

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×