ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal તાલુકા પોલીસે 90 લાખથી વધુ કિંમતની 18,675 વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો

Gondal: ગુજરાતમાં હવે દારૂ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય તેવું કેટલેક અંશે લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગોંડલમાં પોલીસે રૂપિયા 90 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો છે.
04:55 PM Jan 03, 2025 IST | VIMAL PRAJAPATI
Gondal: ગુજરાતમાં હવે દારૂ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય તેવું કેટલેક અંશે લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગોંડલમાં પોલીસે રૂપિયા 90 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો છે.
Gondal taluka police
  1. રૂપિયા 90 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો
  2. પોલીસે કુલ 11 જેટલી જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો
  3. દારૂ નાશ કરતા સમયે સ્થળ પર તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત 

Gondal: ગુજરાતમાં હવે દારૂ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય તેવું કેટલેક અંશે લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગોંડલમાં પોલીસે રૂપિયા 90 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો છે. ગોંડલ LCB પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 18,675 વિદેશી દારૂની બોટલનો રૂપિયા 90.57 લાખથી વધુ કિંમત રૂપિયાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat: 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, સામે આવી હકીકત

લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

ગોંડલ LCB અને તાલુકા પોલીસ દ્વારા છેલ્લા 4 મહિના દરમ્યાન તાલુકાના વિવિધ વિસ્તારોમાં 11 જેટલી કરવામાં આવેલ રેડ દરમિયાન રૂપિયા 90,57,066/- ની 18,675 વિદેશી દારૂની બોટલોનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરતા સમયે સ્થળ પર તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી, વાંચો બંને પક્ષે શું કરી દલીલ ?

મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે જી ઝાલા, તાલુકા PI જે પી રાવ, PSI આર આર સોલંકી, PSI આર જે જાડેજા નશાબંધી અધિકારી હાર્દિકસિંહ જે જાડેજા તેમજ તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Surat : સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો! વધુ 6 Bogus Doctors ઝડપાયા

Tags :
foreign liquorGondal Police ActionGondal Taluka PoliceGondal taluka police ActionGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPolice NewsTop Gujarati News
Next Article