Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet 2025: ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, જાણો કેવી રીતે

ગુજરાતના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો હોવાની ઘણો ગણગણાટ હતો, એટલે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું
gujarat new cabinet 2025  ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું  જાણો કેવી રીતે
Advertisement
  • Gujarat New Cabinet 2025: સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું
  • નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે
  • ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ

Gujarat New Cabinet 2025: ગુજરાતના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો હોવાની ઘણો ગણગણાટ હતો, એટલે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

રીવાબા જાડેજાને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે

તાજેતરમાં બોટાદમાં આમ આદમી પાર્ટી સમર્થિત ખેડૂતોનું આંદોલન અને ત્યાર બાદનો ઘટનાક્રમ તેમજ ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાનું વધેલું કદ તથા ખેડૂતનેતા રાજુ કરપડા લાઇમલાઇટમાં આવ્યા એ ભાજપ માટે ચિંતાનો વિષય હતો.

Advertisement

આમ આદમી પાર્ટીના ઊભરતા ચહેરાઓ સામે મજબૂત લડત

ખેડૂતો ભાજપથી દૂર ન થાય અને આમ આદમી પાર્ટીના ઊભરતા ચહેરાઓ સામે મજબૂત લડત આપી શકાય એ માટે પણ સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે. તેમજ રીવાબા જાડેજા જામનગર જિલ્લામાંથી ધારાસભ્ય છે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ ધીરજ ફળી હતી. તેમને પણ યોગ્ય પદ આપવામાં આવી શકે છે.

Advertisement

ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ

સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાં કાંતિ અમૃતિયા, કુંવરજી બાવળીયા (રિપીટ), રિવાબા જાડેજા તથા અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરીયા તેમજ પરષોત્તમ સોલંકી (રિપીટ), જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સૌરાષ્ટ્રમાંથી જ્ઞાતિ આધારિત સમીકરણની વાત કરીએ તો ત્રણ ઓબીસી બે લેઉવા પટેલ એક કડવા પટેલ તેમજ એક ક્ષત્રિય સમાજ તેમજ એક દલિત સમાજમાથી સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ થશે.

આ પણ વાંચો: Gujarat New Cabinet 2025: ગુજરાતના નવા મંત્રીમંડળનું આ રહ્યું લિસ્ટ, CM સહિત 26ની યાદી

Tags :
Advertisement

.

×