Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટમાં હૈદરાબાદની ઘટનાનું પુનરાવર્તન, યુવકને વિધર્મી યુવતી સાથે પ્રેમ કરવાની મળી સજા

હૈદરાબાદમાં ઓનર કિલિંગનો મામલો હજુ શમ્યો ન હતો કે રાજ્યના રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને વિધર્મી યુવતી સાથે પ્રેમ થયો હતો, ત્યારબાદ યુવતીના ભાઈઓએ યુવકને માર મારીને હત્યા કરી નાખી હતી.હૈદરાબાદની આશરીન અને નાગરાજુની લવ સ્ટોરીના દર્દનાક અંત બાદ હવે રાજ્યના રાજકોટમાં પણ આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમા પણ એક યુવકે વિધર્મી યુવતી સાથે લગà
રાજકોટમાં હૈદરાબાદની ઘટનાનું પુનરાવર્તન  યુવકને વિધર્મી યુવતી સાથે પ્રેમ કરવાની મળી સજા
Advertisement
હૈદરાબાદમાં ઓનર કિલિંગનો મામલો હજુ શમ્યો ન હતો કે રાજ્યના રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને વિધર્મી યુવતી સાથે પ્રેમ થયો હતો, ત્યારબાદ યુવતીના ભાઈઓએ યુવકને માર મારીને હત્યા કરી નાખી હતી.
હૈદરાબાદની આશરીન અને નાગરાજુની લવ સ્ટોરીના દર્દનાક અંત બાદ હવે રાજ્યના રાજકોટમાં પણ આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમા પણ એક યુવકે વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યાનો મામલો છે. જે બાદ વિધર્મી યુવતીના ભાઈઓએ આ યુવકને એવો માર્યો કે તેનો જીવ ચાલ્યો ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકનો પરિવાર બિહારનો છે અને તે રાજકોટમાં નોકરી કરતો હતો. તેના પિતા બિપિન અને યુવક મિથુન બંને ખાનગી ફેક્ટરીમાં કામ કરતા હતા. 22 વર્ષીય મિથુન ઠાકુરે નજીકમાં રહેતી એક વિધર્મી છોકરી (સુમૈયા કાદિવાર) સાથે પ્રેમ થયો અને બંને લગ્ન કરવા માગતા હતા, પરંતુ જ્યારે છોકરીના ભાઈ સાકીરને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો અને છોકરાને એવો ઢોર માર માર્યો કે તેનું મોત થઈ ગયું. જોકે, છોકરાના મોત બાદ રાજકોટ પોલીસે 302 હેઠળ ગુનો નોંધીને યુવતીના ભાઈની ધરપકડ કરી હતી. વળી, છોકરાના મૃત્યુ પછી, છોકરીએ તેના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 
વિસ્તારથી વાત કરીએ તો, સોમવારે મિથુન ઠાકુરે સવારે લગભગ 10 વાગે સુમૈયાને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ તેના ભાઈ સાકિરે કોલનો જવાબ આપ્યો હતો. તેણે મિથુન ઠાકુરને ભયંકર પરિણામોની ધમકી આપી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સાકીર તેને સુમૈયાથી દૂર રહેવાની ધમકી આપતો હતો. ત્યારબાદ ઘર્ષણ વધી જતા સાકીર અને ત્રણ અજાણ્યા લોકો મિથુનના ઘરે પહોંચી ગયા અને તેને ઢોર માર માર્યો. એક પાડોશીએ તેને ઘરમાં બેભાન પડેલો જોઇ અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજ સાથે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. ઠાકુરે બુધવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. હવે આ ઘટના બાદ સુમૈયાએ પોતાનું કાંડું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે તેના ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×