ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : હૃદયની ગંભીર બીમારીથી પીડાતા 1 માસનાં માસૂમને જટિલ ઓપરેશન બાદ મળ્યું નવજીવન

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અન્વયે હદયની ગંભીર બિમારી ધરાવતા ગોંડલના 1 માસનાં બાળકને નવજીવન મળ્યું છે.
11:59 PM Dec 19, 2024 IST | Vipul Sen
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અન્વયે હદયની ગંભીર બિમારી ધરાવતા ગોંડલના 1 માસનાં બાળકને નવજીવન મળ્યું છે.
  1. હૃદયની ગંભીર બીમારીથી પીડાતા 1 માસનાં માસૂમને નવજીવન મળ્યું (Rajkot)
  2. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અન્વયે ગોંડલના બાળકને નવું જીવન મળ્યું
  3. તબીબોએ હૃદયની ગંભીર બીમારીનું સફળ ઓપરેશન કર્યું
  4. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર અપાઈ

ભારત સરકાર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવાનાં ભાગરૂપે સમગ્ર દેશમાં બાળકનો જન્મ થાય ત્યારથી જ તેની તપાસ કરવામાં આવે તે માટે 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' (National Child Health Program) અમલમાં છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં 19 જેટલી આર.બી.એસ.કે. ટીમ કાર્યરત છે, જેમાં ટીમને જિલ્લામાં પોતાનાં કાર્યક્ષેત્રમાં નવા જન્મેલા બાળકો વાળા ઘરની મુલાકાત કરી, બાળકમાં કોઈ જન્મજાત ખામી છે કે કેમ ? વગેરે તપાસ કરે છે.

આ પણ વાંચો - Rajkot : સિરિયલ કિલર અને તાંત્રિક સામે વધુ એક ગુનો દાખલ, મદદ કરનાર અન્ય એક આરોપી પણ ઝબ્બે

1 માસનાં બાળકમાં હૃદયની ગંભીર બીમારીનું નિદાન

આર.બી.એસ.કે. ટીમ ગોંડલની ફિલ્ડ કામગીરી દરમિયાન 1 માસનાં બાળક રિયાંશગીરી અજયગીરી અપારનાથી ઘરે તપાસ કરવા પહોંચી હતી. રિયાંશની પ્રાથમિક તપાસ દરમિયાન તેના ધબકારા સામાન્ય કરતાં વધુ હતા. આર.બી.એસ.કે. ટીમ દ્વારા વાલીને રોગનાં નિદાન માટે હૃદયનાં તેમ જ અન્ય રિપોર્ટ્સ, રોગનાં લક્ષણો તેમ જ સારવાર વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી.

આ પણ વાંચો - Bharuch : 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ મંત્રીજીનો 'પ્રાંતવાદ' ! Gujarat First નાં સવાલોથી ગિન્નાયા મંત્રી Kuvarji Halpati!

અમદાવાદમાં બાળકનું સફળ ઓપરેશન કરાયું

બાળકને વાલી સાથે નિદાન માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે મોકલવામાં આવ્યો હતો. તપાસ પછી હૃદયમાં ખામી હોવાનું નિદાન થયું હતું. આર.બી.એસ.કે. ટીમ અને રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની મદદથી હૃદય રોગની સારવાર માટેની યુ.એન. મહેતા હોસ્પિટલ (U.N. Mehta Hospital), અમદાવાદ ખાતે મંજૂરી મેળવી બાળકને દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. બાળકની તંદુરસ્તીને જોઈને રજા આપવામાં આવી છે. રિયાંશગીરીનાં પિતા અજયગીરીની મર્યાદિત આવક હોવાથી આ બધી જ સારવાર વિનામૂલ્ય અપાઈ હતી. બાળકનું સ્વાસ્થ્ય ખૂબ સારું થઈ જતાં તેમણે ગુજરાત સરકારનો પરિવાર આભાર માન્યો હતો.

અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ

આ પણ વાંચો - Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!

Tags :
AhmedabadBreaking News In GujaratiGondalGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNational Child Health ProgramNews In GujaratiRAJKOTRajkot Civil HospitalRajkot District Panchayat Health BranchRBSKU N Mehta HospitalUnderwent surgery
Next Article