Rajkot : 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોની થશે કાયાપલટ, માત્ર 2 લાખમાં મળશે 1BHK ફ્લેટ!
- Rajkot મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનું હવે રિનોવેશન
- છેલ્લા 15 વર્ષથી ખાલીખમ 1056 સરકારી આવાસોની કાયાપલટ થશે
- મનપા દ્વારા આગામી 10 મહિનામાં નવા આવાસ તૈયાર થશે
- 16 કરોડ 60 લાખનાં ખર્ચે રિનોવેશન કામગીરી હાથ ધરાશે
- PMJAY યોજના હેઠળ લોકોને આવાસ આપવામાં આવશે
Rajkot : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કાર્ય કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોને કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવશે. આવતા 10 મહિનામાં મનપા દ્વારા આ આવાસોને નવી રીતે તૈયાર કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. PMAY યોજના (PMAY Scheme) હેઠળ 1BHK ફ્લેટ માત્ર 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો - Amit Shah : MLAs માટે 325 કરોડનાં ખર્ચે નિર્મિત લગ્ઝુરિયસ ફ્લેટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
Rajkot । વર્ષો પહેલા બનાવેલા આવાસ અપાશે 2 લાખમાં । Gujarat First
રાજકોટ મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનુ રિનોવેશન
રૂપિયા 2 લાખમાં 1 BHK આવાસ આપવામાં આવશે
છેલ્લા 15 વર્ષથી ખાલીખમ હતા 1056 સરકારી આવાસ
મનપા દ્વારા આગામી 10 મહિનામાં આવાસ તૈયાર થશે
16 કરોડ 60 લાખના ખર્ચે રિનોવેશન… pic.twitter.com/LTS84HaEHA— Gujarat First (@GujaratFirst) October 23, 2025
Rajkot મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનું હવે રિનોવેશન
રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોની હવે કાયાપલટ થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ આવાસોનું રિનોવેશન કરવાનો નિર્ણય કરાયો છે. માહિતી અનુસાર, છેલ્લા 15 વર્ષથી ખાલી 1056 સરકારી આવાસોનું રાજકોટ મનપા દ્વારા આગામી 10 મહિનાની સમયમર્યાદા સાથે રિનોવેશન કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખ સુધીનો ખર્ચ કરાશે. આ આવાસનું રિનોવેશન (Renovation of Government Housing) થયા બાદ PMJAY યોજના હેઠળ લોકોને આવાસ આપવામાં આવશે.
આ પણ વાંચો - Vadodara : નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા
3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ અપાશે
માહિતી મુજબ, PMAY યોજના (PMAY Scheme) હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે. 1BHK ફ્લેટ રૂપિયા 2 લાખ આપવામાં આવશે. આ નિર્ણયથી ઓછી આવક ધરાવતા જે લોકો પાસે પોતાનું ઘર નથી તેમને પોતાનું ઘર મળી શકશે. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષથી આ આવાસ ખાલીખમ પડ્યા હતા, જેનાં કારણે આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ વધી હતી. સ્થાનિકો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. જો કે, હવે વર્ષોથી ખાલી પડેલા આવાસોનું રિનોવેશન થતાં સ્થાનિકોની મુશ્કેલીઓમાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચો - Amit Shah : 805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત


