Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : 12 વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, કરી આ ખાસ વિનંતી!

આ મહિનામાં 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modi's Birthday) છે.
rajkot   12 વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર  કરી આ ખાસ વિનંતી
Advertisement
  1. Rajkot માં 12 વર્ષની બાળકીએ વડાપ્રધાનને પત્ર લખ્યો
  2. વાંકાનેરની ધો 6 માં અભ્યાસ કરતી ધ્રિસ્યા બુદ્ધદેવે પત્ર લખ્યો
  3. દેશભરની શાળાઓને હોમવર્ક મુક્ત બનાવવા કરી વિનંતી
  4. દફતરનો ભાર હળવો કરવા શાળાઓમાં લોકરની સુવિધા થાય

Rajkot : રાજકોટમાં 12 વર્ષની માસૂમ બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખ્યો છે, જેમાં નિખાલસ વિનંતી કરવામાં આવી છે. બાળકીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી દેશભરની તમામ શાળાઓને હોમવર્ક મુક્ત બનાવવા વિનંતી કરી છે. સાથે જ દફતરનો ભાર હળવો કરવા શાળાઓમાં લોકરની સુવિધા થાય તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી છે. દેશભરનાં બાળકો આ અભિયાનમાં જોડાય તે માટે પણ અપીલ કરી છે.

આ પણ વાંચો - Gondal ના ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાના મુદ્દે ગ્રામજનોની મહત્વની બેઠક,આંદોલનની ચીમકી

Advertisement

Advertisement

Rajkot માં 12 વર્ષીય બાળકીએ PM મોદીને પત્ર લખી અનોખી વિનંતી કરી

આ મહિનામાં 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modi's Birthday) છે. પીએમ મોદીનાં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ પહેલા રાજકોટમાં (Rajkot) એક માસૂમ બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ખાસ વિનંતી કરી છે. રાજકોટના વાંકાનેરમાં ધોરણ 6 માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ધ્રિસ્યા બુદ્ધદેવે (Dhrisya Buddhadev) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી દેશભરની તમામ શાળાઓને હોમવર્ક મુક્ત બનાવવા વિનંતી કરી છે.

આ પણ વાંચો - Chaitar Vasava : MLA ચૈતર વસાવાને ફરી જવું પડશે જેલમાં! જાણો શું છે કારણ ?

શાળાઓને હોમવર્ક મુક્ત કરવા અને લોકરની સુવિધાની અપીલ કરી

ધ્રિસ્યા બુદ્ધદેવે વડાપ્રધાન મોદીને પત્ર લખી અપીલ કરી કે શાળાઓમાં લોકરની સુવિધા રાખવામાં આવે, જેથી દફતરનો ભાર હળવો થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પિતાતુલ્ય ગણી ધ્રિસ્યા બુદ્ધદેવે પત્ર લખ્યો છે. દેશભરનાં મારા જેવા બાળકો આ અભિયાનમાં જોડાય તે માટે પણ અપીલ કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.78.15 કરોડના વિકાસકાર્યોનું ઇ લોકાપર્ણ-ખાતમુહૂર્ત કર્યું

Tags :
Advertisement

.

×