Rajkot : ચકચારી ઘટના! લોકોના જીવ બચાવનાર તબીબે ટુંકાવ્યું જીવન!
- Rajkot ની સિનર્જી હોસ્પિટલનાં તબીબ ડૉ.જય પટેલનો આપઘાત
- સુવર્ણ ભૂમિ અપાર્ટમેન્ટમાં દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો
- તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
- આપઘાતનાં કારણને લઈને પણ પોલીસે તપાસ શરુ કરી
રાજકોટમાંથી (Rajkot) તબીબના આપઘાતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા સિનર્જી હોસ્પિટલનાં (Synergy Hospital) તબીબ ડૉ. જય પટેલે આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, દવાનો ઓવરડોઝ લઈ તબીબને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Big Breaking : GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર! ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર
દવાનો ઓવરડોઝ લઈ તબીબે આત્મહત્યા કરી
પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) તબીબના આપઘાતની હચમચાવતી ઘટના સામે આવી છે. તબીબ ડૉ. જય પટેલ (Dr. Jayesh Patel Case) સિનર્જી હોસ્પિટલમાં ફરજ પર હતા અને સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં (Suvarna Bhoomi Apartment) રહેતા હતા. ઘરમાંથી તબીબ ડૉ. જય પટેલનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, તબીબે દવાનો ઓવરડોઝ લઈ આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો - Surat : હચમચાવે એવો કિસ્સો! 13 વર્ષીય ભાઈએ 1 વર્ષીય બહેનની કરી હત્યા, કારણ જાણી સૌ ચોંક્યા!
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
જો કે, તબીબ ડો. જય પટેલે આત્મહત્યા કયાં કારણોસર કરી તે હાલ જાણી શકાયું નથી. પોલીસે તબીબનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી પરિવાર, સગા-સંબંધીઓ, હોસ્પિટલ સ્ટાફ સહિતની પૂછપરછ હાથ ધરી છે. તબીબની આત્મહત્યા કેસમાં આગળની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
પોલીસે સ્યુસાઈડ નોટ જપ્ત કરી
માહિતી અનુસાર, પોલીસે ડોક્ટર આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટ પણ જપ્ત કરી છે. આ સ્યુસાઈડ નોટમાં માતા-પિતાને જાણ ન કરવા અંગે ઉલ્લેખ કરાયો છે. આપઘાતની જાણ પહેલા જીજાજીને કરવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
આ પણ વાંચો - Bhavnagar: વલ્લભીપુર શહેરમાં માત્ર દિવસમાં 30 ગૌવંશના મોત, પશુ પ્રેમીઓમાં ભારે રોષ


