Rajkot : મુસાફરોથી ધમધમતા રાજકોટ ST બસ સ્ટેન્ડમાં ગમખ્વાર અકસ્માત, 65 વર્ષીય વૃદ્ધનું મોત
- Rajkot ST બસ સ્ટેન્ડ ખાતે ગોઝારા અકસ્માતની ઘટના બની
- રાજકોટ-જસદણ-બોટાદની બસે અકસ્માત સર્જાયો
- બસની બ્રેક ફેલ થઈ જતા ચાલકે કાબુ ગુમાયો હતો!
- બસ અકસ્માતમાં 65 વર્ષીય એક વૃદ્ધનું મોત નીપજ્યું
Rajkot : રંગીલા રાજકોટમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડમાં (Rajkot ST Bus Stand) રાજકોટ-જસદણ-બોટાદની બસની બ્રેક અચાનક ફેલ થઈ જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં 65 વર્ષીય એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surendranagar : પાટડીનાં ઝેઝરા ગામે ગોઝારો અકસ્માત, એક સાથે 4 મહિલાનાં મોત
Rajkot ST બસ સ્ટેન્ડમાં ગોઝારો અકસ્માત સર્જાયો
રાજ્યમાં સૌથી વધુ વ્યસ્ત એસ.ટી બસ સ્ટેન્ડ પૈકીનું એક રાજકોટ એસ.ટી બસ સ્ટેન્ડ (Rajkot ST Bus Stand) કે જ્યાં દૈનિક ધોરણો હજારોની સંખ્યામાં મુસાફરો આવતા-જતા હોય છે. એવા, રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટ-જસદણ-બોટાદની બસની (Rajkot-Jasdan-Botad ST Bus) બ્રેક અચાનક ફેલ થતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ બેકાબૂ બસે 65 વર્ષીય એક વૃદ્ધને અડફેટે લીધા હતા.
Rajkot ST Bus Station પાસે અકસ્માતમાં એકનું મોત | Gujarat First
Rajkot-Jasdan-Botad ની બસે સર્જ્યો અકસ્માત
એસ.ટી. બસની બ્રેક ફેઈલ થઈ જતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો
બસ અકસ્માતમાં 65 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું#Gujarat #Rajkot #RajkotSTBusStation #Accident #Death… pic.twitter.com/Q64ZxPCA2J— Gujarat First (@GujaratFirst) October 7, 2025
આ પણ વાંચો - Chaitar Vasava : MP મનસુખ વસાવાના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર! કહ્યું- દર્શનાબેને મને કોઈ..!
ST બસની બ્રેક ફેલ થતાં ચાલકે કાબૂ ગુમાવ્યો, 65 વર્ષીય વૃદ્ધનું મોત
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે થયેલા આ અકસ્માતમાં બસની અડફેટે આવતા એક 65 વર્ષીય વૃદ્ધને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી છે. પોલીસે વૃદ્ધનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ પર સર્જાયેલા આ અકસ્માતને પગલે થોડા સમય માટે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મુસાફરોની સુરક્ષાને લઈને પણ અનેક લોકોએ સવાલ ઊભા કર્યા છે.
આ પણ વાંચો - પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Diwali vacation જાહેર! જાણો કઈ તારીખથી શરૂ થશે અને ક્યારે પૂરું


