Rajkot: શહેરમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યુ, કારણ છે ચોંકાવનારું
- Rajkot: બેફામ ગતિએ થતુ બાંધકામ અને ખુલ્લી જમીમ પર ઉડતી ડસ્ટ કારણભૂત
- રાજકોટ શહેરમાં પણ વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે
- જેના કારણે શદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનુ પ્રમાણ વધારે
Rajkot: રાજકોટમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યુ છે. જેમાં બેફામ ગતિએ થતુ બાંધકામ અને ખુલ્લી જમીમ પર ઉડતી ડસ્ટ કારણભૂત છે. ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ WHOના માપદંડ પ્રમાણે જેટલા વૃક્ષો હોવા જોઈએ તેટલા નથી. રાજકોટ શહેરમાં પણ વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેના કારણે શદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનુ પ્રમાણ વધારે છે. સ્થિતિને બદલવા માટે હવે તંત્ર જાગ્યુ છે.
ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર
રાજકોટમાં કેટલા વૃક્ષો છે અને વધુ કેટલા વૃક્ષોની જરૂર છે તેની ગણતરી RMC દ્વારા કરવામાં આવશે. તેમજ વૃક્ષોનું આયુષ્ય અને જાળવણી માટે ટેગિંગ પણ કરવામાં આવશે. તેમજ શહેરના અમુક વિસ્તારોમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. જેને લઈને શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાના અધિકારીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
Rajkot: હવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું
રાજકોટ મનપાનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં પ્રદુષણનો આંકડો ઉપર જતો હોય છે. તેમાં પણ ખાસ કરી વહેલી સવારથી લઈને સૂર્યોદય સુધી પ્રમાણ વધારે રહે છે. જો કે હાલ રામાપીર ચોકડી અને સોરઠીયા વાડી સર્કલ, નાનામૌવા ચોક, કોર્પોરેશન ચોક, જામટાવર ચોક સહિત પાંચેક વિસ્તારોમાં આંકડો 300ને પાર પહોંચ્યો છે. જે ચિંતાજનક બાબત છે. પરંતુ આ વિસ્તારોમાં ખૂબ ટ્રાફિક રહેતો હોવાને કારણે પ્રદુષણ વધ્યું છે. ત્યારે હવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે.
શરદી-ઉધરસ સહિતના રોગોથી બચી શકાય
ઉલ્લેખનીય છે કે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવો જોઈએ. તથા પ્રદુષણને લઈ નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર થાય છે. તેથી તેમણે વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જો ફરજિયાત બહાર જવુ પડે તો ખાસ માસ્ક પહેરવું જોઈએ. જેનાથી પ્રદુષિત હવાને કારણે થતા શરદી-ઉધરસ સહિતના રોગોથી બચી શકાય છે.
આ પણ વાંચો: Weather News: ગુજરાતમાં દિત્વા વાવાઝોડાની અસર મામલે જાણો અંબાલાલ પટેલની આગાહી


