Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો થયો વાયરલ, ડોક્ટર ઊંઘમાં જ ફાઇલ વાંચતા જોવા મળ્યા

Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્દી સારવાર માટે આવે અને ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા છે. દર્દીના સગા દ્વારા ડોક્ટરને જગાડી સારવાર આપવા જણાવ્યું હતુ. ત્યારે પણ ડોક્ટર ઉંઘમાં જ ફાઇલ વાંચતા જોવા મળ્યા હતા. રાત્રે ફરજ બજાવતા ડોક્ટરો અનેક વખત વિવાદ આવ્યા છે. જેમાં વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતુ નથી.
rajkot  સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો થયો વાયરલ  ડોક્ટર ઊંઘમાં જ ફાઇલ વાંચતા જોવા મળ્યા
Advertisement
  • Rajkot: દર્દી સારવાર માટે આવે અને ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા
  • દર્દીના સગા દ્વારા ડોક્ટરને જગાડી સારવાર આપવા જણાવ્યું
  • રાત્રે ફરજ બજાવતા ડોક્ટરો અનેક વખત આવ્યા છે વિવાદ

Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્દી સારવાર માટે આવે અને ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા છે. દર્દીના સગા દ્વારા ડોક્ટરને જગાડી સારવાર આપવા જણાવ્યું હતુ. ત્યારે પણ ડોક્ટર ઉંઘમાં જ ફાઇલ વાંચતા જોવા મળ્યા હતા. રાત્રે ફરજ બજાવતા ડોક્ટરો અનેક વખત વિવાદ આવ્યા છે. જેમાં વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતુ નથી.

રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર

રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર. જેમાં તાજેતરમાં લોકસાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો હતો. ત્યારે મીરા આહિરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત થઇ હતી. મીરા આહિરે જણાવ્યું છે કે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને લોકો ભગવાન માને છે. 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી છે. સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર ન હતુ.

Advertisement

Advertisement

Rajkot: પરિવાર જાતે ચલાવી ચોથા માળે લઈ ગયા હતા

પરિવાર જાતે ચલાવી ચોથા માળે લઈ ગયા હતા. તેમજ પરિવાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બન્યા હતા. સિવિલની કામગીરીને લઈ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં ભાઈને સારવાર માટે 45 મિનિટ સુધી કેસ ન લીધાનો આક્ષેપ છે. તેમજ ઈમરજન્સી વોર્ડમાં કામ કરતા સ્ટાફ અને ડૉક્ટર સામે ગેરવર્તણુંકનો આરોપ છે. સ્ટાફે અભદ્ર શબ્દપ્રયોગ કર્યાનો પણ મીરા આહિરનો આક્ષેપ છે. સ્ટાફ દ્વારા કેસ દાખલ ન કરી દાદાગીરી કર્યાનો આરોપ લગાવ્યો છે. અગાઉ હકાભા ગઢવીને પણ સિવિલ સ્ટાફનો વરવો અનુભવ થયો હતો.

સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

મીરાબેન આહિરે સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મીરાબેને કહ્યું તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે 45 મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેનનો આક્ષેપ છે. તેમજ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માગ્યો છે. ત્યારે લોકસાહિત્યકાર સાથે વિવાદ મુદ્દે બેઠક શરુ થઇ હતી. તથા સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: ઉદગમ સ્કૂલનો શિક્ષણ વિભાગને ભ્રમિત કરવાનો પ્રયાસ?

Tags :
Advertisement

.

×