Rajkot : ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર! ખાદ્યતેલની કિંમતોમાં થયો આટલો વધારો
- Rajkot માં ખાદ્યતેલોનાં ભાવમાં ફરી વધારો નોંધાયો
- કપાસિયા અને પામોલિન તેલનાં ભાવમાં રૂ. 30 સુધી વધ્યા
- બે દિવસમાં 30-30 રૂપિયાનો ભાવવધારો થયો
ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર (Uttarayan Festival) ખૂબ જ ધૂમધામથી ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો ઊંધિયું અને જલેબીની મજા માણતા હોય છે. પરંતુ, રાજકોટવાસીઓ માટે ઉત્તરાયણ પહેલા માઠા સમાચાર આવ્યા છે. રાજકોટમાં (Rajkot) ખાદ્યતેલનાં ભાવમાં વધારો થયો છે. કપાસિયા અને પામોલિન તેલનાં ભાવમાં રૂ. 30 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Banaskantha : Ambaji માં વાહનો પર પથ્થરમારો કરનારાઓને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!
પાસિયા અને પામોલિન તેલનાં ભાવમાં રૂ. 30 સુધી વધ્યા
રાજકોટવાસીઓ માટે ઉત્તરાયણ પહેલા થોડી ચિંતા વધારે એવા સમાચાર આવ્યા છે. રાજકોટમાં (Rajkot) તહેવાર પહેલા ખાદ્યતેલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, કપાસિયા (Cottonseed Oil) અને પામોલિન તેલનાં ભાવમાં રૂ. 30 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બે દિવસમાં રૂ. 30-30 સુધીનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો થતાં કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂ. 2200 સુધી પહોંચ્યો છે. જ્યારે, પોમોલિન તેલનાં ડબ્બાનાં ભાવ રૂ. 2190 સુધી બોલાઇ રહ્યા છે.
આ પણ વાંચો - Dahod: અસલી GST અધિકારીએ નકલી IT ઓફિસર ની ઓળખ આપી 25 લાખ માંગ્યા, વાંચો આ અહેવાલ
માગમાં વધારો થતાં તેલનાં ભાવમાં વધારો!
નોંધનીય છે કે, બે દિવસ બાદ ઉત્તરાયણનો તહેવાર છે અને આવતા સપ્તાહથી લગ્નની સીઝન પણ શરૂ થવાની છે. ત્યારે માગમાં વધારો થતાં તેલનાં ભાવમાં વધારો કરાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રંગીલું રાજકોટ તેની ખાણીપીણી માટે પ્રખ્યાત છે. અહીં, વાર-તહેવારે ફરસાણ, નાસ્તાની દુકાનો ધમધમી હોય છે. જો કે, ઉત્તરાયણનાં તહેવાર પહેલા ખાદ્યતેલનાં ભાવમાં વધારો થતાં રાજકોટવાસીનાં ખિસ્સા પર ભાર વધી શકે છે.
આ પણ વાંચો - Ahmedabad:ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે, વાંચો આ અહેવાલ


