ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : ગોંડલ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત, હડમતાળાનાં 23 વર્ષીય યુવકનું મોત

મૃતક દિવ્યરાજસિંહ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
06:09 PM Jun 03, 2025 IST | Vipul Sen
મૃતક દિવ્યરાજસિંહ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
Gondal_Gujarat_first 1
  1. ગોંડલ હાઇવે પર ભરૂડી ગામ પાસે અકસ્માત, એકનું મોત, 2 ને ઇજા
  2. હોટેલમાં જડમવા માટે મિત્રો સાથે ગયા, કારનું ટાયર ફાટતા પલટી મારી હતી
  3. અકસ્માતમાં 23 વર્ષીય દિવ્યરાજસિંહ જાડેજાનું મોત, પરિવારમાં ભારે શોક
  4. મૃતક દિવ્યરાજસિંહ જાડેજા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા

Rajkot : ગોંડલ હાઇવે (Gondal Highway) પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં હડમતાળાનાં 23 વર્ષીય દિવ્યરાજસિંહ જાડેજાનું મોત થયું હતું અને કારમાં સવાર 2 યુવકને ઇજા થઈ હતી. મૃતક દિવ્યરાજસિંહ રાત્રે તેમના ગોંડલ ખાતે રહેતા મિત્રો નરેન્દ્રસિંહ વાઘેલા અને કુલદીપસિંહ જાડેજા સાથે હોટેલમાં જમવા જતા હતા ત્યારે ભરૂડી નજીક પેટ્રોલ પંપ પાસે બનાવ બન્યો હતો. મૃતક દિવ્યરાજસિંહ (Divyarajsinh Jadeja Case) પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

ભરૂડી ગામ પાસે અકસ્માત, એકનું મોત, બેને ઇજા

આ અંગે મળતી વિગત મુજબ, દિવ્યરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉંમર વર્ષ 23, રહે. હડમતાળા ગામ તાલુકો ગોંડલ) ગઈકાલે રાત્રે 12:30 વાગ્યા આસપાસ પોતે કાર ચલાવીને જતા હતા, ત્યારે ભરૂડી ગામ (Bharudi village) પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક અચાનક કારનું ટાયર ફાટતા ગંભીર ઈજાઓ થતાં તત્કાલ 108 માં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે તપાસીને દિવ્યરાજસિંહને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો - Rajkot : લીલુડી વોકડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી, જગ્યા ખાલી કરવા મનપાએ પાઠવી નોટિસ

હોટેલે જમવા માટે મિત્રો સાથે ગયા હતા, ટાયર ફાટતા કાર પલટી હતી

બનાવ અંગે પરિવારજનો પાસેથી મળેલી વિગત મુજબ, દિવ્યરાજસિંહ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. ગઈકાલે તેઓ પોતાના મિત્ર અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા નરેન્દ્રસિંહ હરદેવસિંહ વાઘેલા (ઉંમર વર્ષ 28, રહે. ગોંડલ) અને કુલદીપસિંહ જાડેજા (રહે.ગોંડલ) સાથે કારમાં જમવા માટે ગોંડલ હાઇવે (Gondal Highway) પર શક્તિમાન કંપની પાસે આવેલ હોટેલે જતા હતા. ત્યારે, ભરૂડી પેટ્રોલ પંપ પાસે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં દિવ્યરાજસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે નરેન્દ્રસિંહ અને કુલદીપસિંહને સામાન્ય ઇજા થઈ હતી.

આ પણ વાંચો - Vadodra : બરોડા ડેરીના મેરાકુવા દૂધ મંડળમાં ગેરરીતિનો મુદ્દો વકર્યો, ધારાસભ્ય કરી હતી તપાસની માગ

મૃતક બે ભાઈ એક બેનમાં નાના હતા, પરિવારમાં શોક

સારવારમાં ખસેડાતા દિવ્યરાજસિંહએ દમ દોડી દીધો હતો. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસનાં (Gondal Taluka Police) પી.એસ.આઇ. આર.આર. સોલંકી પોતાના સ્ટાફ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી છે. પરિવારજનોએ જણાવ્યું કે, દિવ્યરાજસિંહ બે ભાઈ એક બેનમાં નાના હતા અને અપરણિત હતા. યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યા જામીન, છતાં રહેવું પડશે જેલમાં! જાણો કેમ ?

Tags :
Bharudi villageDivyarajsinh Jadeja CaseGondal highwayGondal Taluka PoliceGUJARAT FIRST NEWSRAJKOTroad accidentTop Gujarati News
Next Article