ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : આશારામના પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો, આરોપીનાં રિમાન્ડ મંજૂર

આરોપી કિશોર બોડકે એ આશારામ સામે પડેલા લોકોની હત્યાનું કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
10:26 AM Jan 12, 2025 IST | Vipul Sen
આરોપી કિશોર બોડકે એ આશારામ સામે પડેલા લોકોની હત્યાનું કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
Asharam_Gujarat_first
  1. Rajkot માં આશારામના પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો
  2. પોલીસે જજ સમક્ષ રજૂ કરી આરોપીનાં 5 દિવસનાં રિમાન્ડ મેળવ્યા
  3. આરોપી કિશોરે આશારામ સામે પડેલા લોકોની હત્યાનું કાવતરું ઘડવામાં ભૂમિકા ભજવી હતી

રાજકોટ (Rajkot) ક્રાઈમ બ્રાન્ચે જાતીય શોષણ કેસનાં સાક્ષી અને આશારામનાં પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિની (Amrut Prajapati) હત્યાનાં આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને જજ સમક્ષ રજૂ કરીને પોલીસે 5 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. માહિતી અનુસાર, આરોપી કિશોર બોડકે એ આશારામ સામે પડેલા લોકોની હત્યાનું કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની પૂછપરછમાં મસમોટા ખુલાસા થાય તેવી વકી છે.

આ પણ વાંચો - Rajkot : ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર! ખાદ્યતેલની કિંમતોમાં થયો આટલો વધારો

પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

માહિતી અનુસાર, જાતીય શોષણ કેસનાં સાક્ષી અને આશારામ બાપુનાં (Asaram Bapu) પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિની હત્યાનાં આરોપી કિશોર બોડકની ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકમાંથી ધરપકડ કરી હતી. આરોપીને જજ સમક્ષ રજૂ કરીને પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આરોપી કિશોરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી કિશોર બોડકે (Kishore Bodke) એ આશારામ સામે પડેલા લોકોની હત્યાનું કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આશારામ સામે પડેલા લોકોનું લીસ્ટ તૈયાર કરીને તેમની હત્યાઓ કરવાની યોજનાઓ બનાવી હતી.

આ પણ વાંચો - Banaskantha : Ambaji માં વાહનો પર પથ્થરમારો કરનારાઓને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!

અમૃત પ્રજાપતિને ગોળી મારી હત્યા કરાઈ હતી

આરોપી કિશોર બોડકેની CID ક્રાઇમને સોંપવામાં આવ્યો હોવાની માહિતી છે. જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા આસારામ બાપુનાં ભૂતપૂર્વ સહયોગી અને જાતીય શોષણ કેસનાં સાક્ષી અમૃત પ્રજાપતિને રાજકોટની એક આયુર્વેદિક હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં અમૃત પ્રજાપતિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતુ. પ્રજાપતિને એક અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારી હતી, જેણે હોસ્પિટલમાં દર્દી તરીકે પોતાને રજૂ કર્યો હતો. મૃત્યુ પહેલા, અમૃત પ્રજાપતિએ પોલીસને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે હુમલાખોરોમાં આસારામનાં 6 અનુયાયીઓનાં નામ આપ્યા હતા, જેમાં વિકાસ ખેમકા, કે.ડી. પટેલ, અજય શાહ, મેઘજી, કૌશિક અને રામભાઈનાં નામનો સમાવેશ થતો હતો. અમૃતા પ્રજાપતિની હત્યા બાદ આ કેસની તપાસ CID ક્રાઈમ પાસે છે.

આ પણ વાંચો - Dahod: અસલી GST અધિકારીએ નકલી IT ઓફિસર ની ઓળખ આપી 25 લાખ માંગ્યા, વાંચો આ અહેવાલ

Tags :
Amrut PrajapatiAsaram BapuAsharamBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKishore BodkeLatest News In GujaratiNews In GujaratiRAJKOTRajkot CID Crime
Next Article