Rajkot: મહિલાને ઢોર માર મારવા મામલે જાણો શું કર્યા ખુલાસા!
- Rajkot માં મહિલાને ઢોર માર મારતા CCTVનો મામલો
- પીડિત મહિલાએ મીડિયા સમક્ષ કર્યા ચોંકાવનારા ખુલાસા
- મેં CCTV સાથે તેના પરિવારને જાણ કરી હતી: પીડિતા
- મૌલિકે જ કહ્યું કે તું પણ મને મારી લે અને માફી માંગી હતી: પીડિતા
- અમારા પ્રેમ પ્રકરણ અંગે હું અત્યારે કાંઈ નહિ કહું: પીડિતા
Rajkot:રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ‘ધ સ્પાયર ટુ’ બિલ્ડિંગની એક ઓફિસમાં મહિલાને ઢોર માર મારવાના મામલે જાહેર થયેલા CCTV ફૂટેજે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. લાંબા સમય સુધી ચૂપ રહ્યા બાદ આખરે પીડિત મહિલાએ મીડિયા સમક્ષ આવીને ગંભીર ખુલાસા કર્યા છે, જેમાં માત્ર શારીરિક હિંસા જ નહીં, પરંતુ શારીરિક શોષણ અને બ્લેકમેઇલિંગના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મૌલિક નાદપરા (Maulik Nadpara) ની ધરપકડ કરી છે.
'મારા પર થર્ડ ડિગ્રી કરવામાં આવતી'
પીડિતાએ મીડિયા સમક્ષ આવતા આરોપી મૌલિક નાદપરા પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની સાથે ઓફિસમાં વારંવાર મારપીટ કરવામાં આવતી હતી. પીડિતાએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું, "મારા પર થર્ડ ડિગ્રી કરવામાં આવતી, જે તમે કોઈએ સહન કરી છે? મારી માનસિક સ્થિતિ શું હશે." પીડિતાએ ખુલાસો કર્યો કે જ્યારે તેમને માર મારવામાં આવ્યો, ત્યારે તેમણે CCTV ફૂટેજ સાથે આરોપીના પરિવારને જાણ કરી હતી. મહિલાએ મૌલિકને પ્રશ્ન પૂછ્યો હતો કે, "જે મારા સાથે થયું તેવું તારા સાથે થાય તો શું થાય?" જેના જવાબમાં મૌલિકે પોતે જ કહ્યું હતું કે, "તું પણ મને મારી લે," અને પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી.
શારીરિક શોષણના આરોપ (( Physical Abuse Allegations)
Rajkot | "મારી પાસે એક વીડિયો છે
તે હું કોર્ટમાં આપીશ" | Gujarat Firstરાજકોટમાં મહિલાને ઢોરમાર મારતા CCTVનો મામલો
પીડિત મહિલાએ મીડિયા સમક્ષ કર્યા ચોંકાવનારા ખુલાસા
મેં CCTV સાથે તેના પરિવારને જાણ કરી હતી: પીડિતા
મૌલિકે જ કહ્યું કે તું પણ મને મારી લે અને માફી માંગી હતી: પીડિતા… pic.twitter.com/vGKyr1yJKH— Gujarat First (@GujaratFirst) December 12, 2025
પીડિતાએ સૌથી ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તે આ અંગે મીડિયામાં વધારે વાત નહીં કરે, પરંતુ તમામ પુરાવા અને એક વિડિયો કોર્ટ સમક્ષ રજૂ કરશે. આરોપી સાથેના પોતાના પ્રેમ પ્રકરણ અંગે બોલતા પિડિતાએ જણાવ્યું કે તે આ વિશે કોર્ટમાં પુરાવા રજૂ કરશે.
Rajkot: અન્ય યુવતીઓ સાથે સંબંધોનો દાવો
પીડિત મહિલાએ મૌલિક નાદપરાની ઓફિસમાં ચાલતી અન્ય ગેરરીતિઓ વિશે પણ સનસનાટીભર્યા દાવા કર્યા. પીડિતાએ આક્ષેપ કર્યો કે મૌલિક નાદપરાના અન્ય છોકરીઓ સાથે પણ સંબંધો હતા. પિડિતાએ કહ્યું કે મૌલિક યુવતીઓને ઓફિસમાં નોકરીએ રાખતો અને પછી તેમનું શારીરિક શોષણ કરતો હતો. એટલું જ નહીં, કેટલીક છોકરીઓ મફતમાં નોકરી કરવા માટે તૈયાર થતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે તેમના અને મૌલિકના સંબંધો વિશે તેની પત્નીને પણ જાણ હતી, પરંતુ મૌલિક તેની પત્નીને પણ મેન્યુપ્લેટ કરતો હતો, જેના કારણે તેની પત્ની પણ તેની જ વાત માનતી હતી.
આરોપી Maulik Nadapara ની ધરપકડ
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, આ મારામારીની ઘટના જૂન 2025માં બની હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના પાછળનું પ્રાથમિક કારણ ધંધાકીય વિવાદ ( Business Dispute) હોવાનું પણ માનવામાં આવે છે, જેમાં યુવતીએ રૂ. 60 લાખની લોન લીધી હોવાનો દાવો છે. લાંબો સમય વીતી ગયા બાદ આખરે પીડિત યુવતીએ હિંમત દાખવી અને 9 ડિસેમ્બરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી મૌલિક નાદપરા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગંભીર આક્ષેપોની નોંધ લઈને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Jamnagar: ધોળા દિવસે યુવકનો જીવ લેનાર આરોપી પકડાયો, જાણો સમગ્ર મામલો


