Rajkot: કમોસમી વરસાદને લીધે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત હિતમાં ખાસ વ્યવસ્થાઓ કરાઈ
- ખેડૂતોને નુકસાન ન જાય તે માટે Rajkot Marketing Yard-Bedi દ્વારા વ્યવસ્થાઓ કરાઈ
- અનુસાર ખેડૂતોએ માલ ઉતારવા માટે Online Registration કરવાનું રહેશે
- ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના આપી દેવાઈ છે
Rajkot: ગુજરાતમાં માવઠું (Unseasonal rains) ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મહામહેનતે પકવેલ ખેત ઉત્પાદન પલળી જવાથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ (બેડી) દ્વારા કમોસમી વરસાદ (Unseasonal rains) ને લીધે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે. યાર્ડ દ્વારા વેપારીઓ અને દલાલો જેટલો માલ ખરીદ કરે એટલો જ મંગાવવામાં આવી રહ્યો છે. વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી કેટલો માલ ખરીદવામાં આવશે, તેની માહીતી એકઠી કરવામાં આવી રહી છે. જે અનુસાર ખેડૂતોએ માલ ઉતારવા માટે Online Registration કરવાનું રહેશે.
Rajkot Marketing Yard-Bedi દ્વારા વ્યવસ્થાઓ
કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે Rajkot Marketing Yard-Bedi દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ (બેડી)ના આસિસ્ટન્ટ સેક્રેટરી બી. એચ. સોરઠીયા (B.H. Sorathiya) એ જણાવ્યું છે કે, માર્કેટિંગ યાર્ડમાં હાલ શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. તેથી ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના અપાઈ છે. યાર્ડ દ્વારા વેપારીઓ જેટલો માલ ખરીદ કરે એટલો જ મંગાવવામાં આવી રહ્યો છે. વેપારીઓ તથા દલાલો સાથે સંકલન કરી કેટલો માલ ખરીદવામાં આવશે, તેની માહીતી એકઠી કરવામાં આવી રહી છે. જે અનુસાર ખેડૂતોએ માલ ઉતારવા માટે Online Registration કરવાનું રહેશે.
આ પણ વાંચોઃ Harshbhai Sanghavi : અત્યાર સુધી 1 હજાર ગુનેગારોના અતિક્રમણો દૂર કરાયા
હાલમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક
Rajkot Marketing Yard-Bedi ખેડૂતોએ શિયાળુ પાક ઠાલવી રહ્યા છે. શિયાળુ પાકમાં ઘઉં, લસણ, જીરૂ અને ચણાનો પાક યાર્ડમાં આવી રહ્યો છે. ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના આપી દેવાઈ છે. વાતાવરણ સ્વચ્છ હોય તો માલ ઉતારવા દેવામાં આવે છે નહિતર ઊભા વાહનમાં જ પાકની હરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી 6 દિવસ માટે Unseasonal rains ની આગાહી કરવામાં આવી છે. જે સંદર્ભે ખેડૂતોમાં ચિંતા પ્રવર્તમાન છે.
આ પણ વાંચોઃ India Pakistan Tension સિંધુ બાદ ચિનાબ,ઝેલમનું પાણી ભારત રોકવાની તૈયારી!