Rajkot : 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, સુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો!
- રાજકોટમાં (Rajkot) મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
- માઉન્ટેન પોલીસ લાઇનમાં ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું
- ઘંઉમાં નાખવાની દવા પી આપઘાતનું પગલું ભર્યું હોવાનાં પ્રાથમિક અનુમાન
- પરિવારે દરવાજો તોડી ભૂમિકાબાને હોસ્પિટલ ખસેડ્યા
- હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું
Rajkot : રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના બની છે. માઉન્ટેન પોલીસ લાઇનમાં (Mountain Police Line) ક્વાર્ટરમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે ફોન ન ઉપાડતા માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા અને દરવાજો તોડીને જોતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ટૂંકી સારવાર બાદ મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં આચંકી અને વાઇની બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha : ખેડૂતોની સંમતિ વગર તેમના ખેતરમાં થાંભલા નાંખવાની જેટકોની કામગીરી, ખેડૂતોનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
માઉન્ટેન પોલીસ લાઇનમાં ક્વાર્ટરમાં જીવન ટૂંકાવ્યું
ઘંઉમાં નાખવાની દવા પી આપઘાતનું પગલું ભર્યું
પરિવારે દરવાજો તોડી ભૂમિકાબાને હોસ્પિટલ ખસેડ્યા
હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું
સ્યુસાઈડ નોટ મળી જેમાં બીમારીને લીધે પગલું… pic.twitter.com/tJAhkjM8M8— Gujarat First (@GujaratFirst) October 3, 2025
Rajkot માં માઉન્ટેન પોલીસ લાઇનમાં ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો
રાજકોટની (Rajkot) સેન્ટ્રલ જેલ પાછળ આવેલા માઉન્ટેન પોલીસ લાઇન ખાતેનાં ક્વાર્ટરમાં રહેતા 27 વર્ષીય ભૂમિકાબા કનકસિંહ ચૌહાણે ઘંઉમાં નાખવાની દવા પી આપઘાત કર્યાની હચમચાવતી ઘટના બની છે. ભૂમિકાબાનાં માતા-પિતાએ તેમને ફોન કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ ન આપતા પરિવારજનો ચિંતિત થયા હતા. તેઓ તરત જ માઉન્ટ પોલીસ લાઇનનાં (Mountain Police Line) ક્વાર્ટર ખાતે પહોંચ્યા. દરવાજો બંધ હોવાથી અને અંદરથી કોઈ અવાજ ન આવતા તેમણે દરવાજો તોડ્યો હતો અને અંદર ગયા હતા. ત્યાં ભૂમિકાબા બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આથી, પરિવારજનો ભૂમિકાબાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
બીમારીનાંનાં કારણે આ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ!
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન ક્વાર્ટરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં બીમારીનાંનાં કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ભૂમિકાબાને આંચકી અને વાઈની બીમારી હતી, જેથી આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ છે. જો કે, આ મામલે પોલીસે (Rajkot Police) મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર, ભૂમિકાબાએ અગાઉ પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતક ભૂમિકાબા વર્ષ 2017 માં પોલીસ ખાતામાં જોડાયા હતા. આ ઘટનાને પગલે ભૂમિકાબાનાં પરિવારજનોમાં ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો - Gujarat BJP : હવે તો નક્કી! પૂર્વ ડે. CM નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને પાઠવ્યા અભિનંદન, કહી આ વાત


