Rajkot: વિધર્મી 15 વર્ષની છોકરીને લઈ ફરાર, સગીરાએ મેસેજ કર્યો ‘હું મરજીથી ભાગી’
- રેલનગરમાં 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઇને ફરાર થયો
- ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરાને લઇને ફરાર
- પ્રેમમાં ફસાવીને સગીરાનું અપહરણ કર્યુ હોવાની ફરિયાદ
Rajkot: રાજકોટમાં લવ જેહાદનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રેલનગર વિસ્તારની 15 વર્ષની સગીરા વિધર્મી શખ્સ સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સગીરાએ ટ્યુશન માટે બહાર ગઈ હતી. સગીરા જ્યારે ઘરથી નીકળી ત્યારે એક વિધર્મી યુવક સાહિલ તેને લઈને સાથે ગાયબ થઈ ગયો હતો. સગીરાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમમાં ફસાવીને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી પરિવારે વિધર્મી સામે ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચો: Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે થયું ઘર્ષણ
પુત્રીને પરત લાવવા માતાએ ગૃહમંત્રી પાસે માગી મદદ
આ ઘટના મહત્વની એટલા માટે બની છે કે, ફરાર થયાં પછી સગીરાએ તેની માતાને મેસેજ કર્યો હતો. સગીરાએ માતાને મેસેજ કરીને તે સાહિલ સાથે ભાગી હોવાની જાણ કરી હતી. જેથી પરિવાર વધારે ચિંતામાં આવી ગયો છે. પોતાની દીકરી આવી રીતે વિધર્મી સાથે ભાગી જતા સ્વાભાવિક રીતે પરિવાર પરેશાન થવાનો જ છે! જેથી સગીરાની માતાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મદદ કરવા માટે વિનંકી કરી છે.
આ પણ વાંચો: Rajkot: રૂપિયા માટે સાયબર ઠગોનો નવો કિમીયો, ઓનલાઈન કંકોત્રી આવે તો...
હાલ સમગ્ર મુદ્દે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
મળતી વિગતો પ્રમાણે હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ સગીરાને શોધવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસને આશા છે કે ઝડપથી સગીરા પરત પરત આવશે અને તેના સામે ઉઠાવાયેલા ગંભીર આરોપોનું સમાધાન થશે. પરંતુ સરીરાના પરિવારજનો અત્યારે ભારે ભયનો માહોલ છવાયો છે. તેનું ખાસ કારણ તો એ છે કે, સગીરાએ માતાને મેસેજ કરીને તે સાહિલ સાથે ભાગી હોવાની જાણ કરી હતી.


