Rajkot : ગોંડલમાં પરિવારનાં એકનાં એક આશાસ્પદ પુત્રે ટ્રેન આગળ પડતુ મૂકી જીવન ટુંકાવ્યું
- ગોંડલનાં રીબડા ફાટક પાસે ટ્રેન આગળ પરતું મૂકીને યુવકનો આપઘાત (Rajkot)
- 8 મહિના પહેલા થઈ હતી સગાઈ, દિવાળી પછી લગ્ન થવાનાં હતા
- પરિવારનાં એકનાં એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું!
Rajkot : રાજકોટ જિલ્લાનાં ગોંડલનાં (Gondal) રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટા દેવળીયાનાં યુવાને પડતું મૂકી આત્મહત્યા કરી હતી. મૃતક યુવાન પરિવારનો એકનો એક પુત્ર અને આધારસ્તંભ હતો. 8 મહીના પહેલા તેની સગાઇ થઇ હતી અને દિવાળી એ લગ્ન લેવાનાં હતા. મૃતક રાજકોટ કારખાનામાં કામ કરતો હતો. આશાસ્પદ યુવાનના અકાળે મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે અને કલ્પાંત છવાયું હતું.
આ પણ વાંચો - PM Modi in Surat : ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ : PM મોદી
મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, બપોરના એક વાગ્યાનાં સુમારે જબલપુરથી સોમનાથ જઇ રહેલી 11464 નંબરની ટ્રેન રીબડા સ્ટેશને ક્રોસિંગ કરી ગોંડલ તરફ આગળ ધપી રહી હતી. ત્યારે રીબડા ફાટક પાસે બાબરા તાલુકાનાં મોટા દેવળીયા રહેતા જયેશભાઈ કાંતિભાઈ સોરઠીયા (ઉ.22) એ ટ્રેન નીચે પડતું મૂકતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટને (Gondal Shivam Sarvajanik Trust) જાણ થતા ટ્રસ્ટનાં જયભાઈ માધડ એમ્બ્યુલન્સ લઇ દોડી જઇ મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. પોતે એક માત્ર પુત્ર હતો.
આ પણ વાંચો - Ahmedabad : એરપોર્ટ પર નવા 'ઉડાન યાત્રી કાફે' નું નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઉદઘાટન કર્યું
સગાઇ 8 માસ પહેલા થઇ હતી અને દિવાળી બાદ લગ્ન હતા
પ્રાથમિક માહિતી અનુસાર, જયેશભાઈની સગાઇ 8 માસ પહેલા થઇ હતી અને દિવાળી બાદ લગ્ન હતા. પરંતુ, એ પહેલા જ જયેશભાઈ એ કોઇ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી જીવનનો અંત આણતા પરિવાર માથે આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે. મૃતક જયેશભાઈ રાજકોટ (Rajkot) સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતો હતો. બપોરે કારખાનાં મનીષભાઇ સોરઠીયાને જમીને આવું તેવું કહી બાઇક લઇ રીબડા પંહોચ્યો હતો અને બાઇક અરડોઇ જવાનાં રસ્તે રાખી ટ્રેન હેઠળ પડતું મુક્યુ હતું. બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પીએસઆઇ આર.આર. સોલંકી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહ પીએમ અર્થે મોકલી અને બાઇક કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વિનાની કારમાં વીરપુર પહોંચ્યા, મીડિયાથી ભાગ્યા!


