Rajkot: બાલાશ્રમથી લઈને ગૃહસ્થાશ્રમ સુધીની સફર, વાંચો શીતલ અને મહેશની હૃદયસ્પર્શી પ્રેમ કહાની
- શીતલ અને મહેશે જીવન મરણ સુધી સાથ નિભાવવાનું નક્કી કર્યું
- શીતલ અને મહેશે આ સફર બાલાશ્રમથી ગૃહસ્થાશ્રમ સુધી પહોંચી
- શીતલે ગુજરાત ફર્સ્ટને જણાવી પોતાની સંઘર્ષની કહાની
Rajkot: આજે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ! આજે અમે વાત કરીશું સાચા પ્રેમની એવા પ્રેમની કે નાનપણમાં માતા-પિતાનું છત્ર છાયા ગુમાવી. બાલા આશ્રમમાં રહ્યા અભ્યાસ કર્યો. નાનપણ પણ સાથે વિતાવ્યું અને હવે જિંદગી પણ જીવન મરણ સુધી સાથ નિભાવવા નક્કી કર્યું. આ વાત છે શીતલ અને મહેશની, જે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં રહ્યા, એક બીજા સાથે રહ્યા અને ઉચ્ચ અભ્યાસ પણ કર્યો. હવે આ બંનેએ 26 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડીને પોતાના નવી જીવનની શરૂઆત કરી છે.
રાજકોટના કાઠીયાવાડ બાલાકશ્રમમાં મળ્યો હતો આશ્રય
બાળપણથી જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર શીતલ અને મહેશની કહાની ખુબ જ હ્રદયસ્પર્શી છે. શીતલે નાનપણમાં માતાને ગુમાવી અને પિતાનું માનસિક સંતુલન બગડી જતા ભાઈ વિવેકને સાચવવાની પણ જવાબદારી આવી. શીતલ અને વિવેક જસદણ નજીકના એક ગામડામાં જન્મ્યા હતાં. માતાને ગુમાવ્યા બાદ વિવેક અને શિતલનું ધ્યાન તેમના દાદા-દાદી રાખ્યું પણ દાદા-દાદી ગયા બાદ રાજકોટનું બાલાશ્રમ તેમનું આશ્રય સ્થાન બન્યું છે. શીતલના પતિ મહેશની વાત કરીએ તો મહેશ ત્રણ વર્ષનો હતો ત્યારે તેમને માતા-પિતાને ગુમાવ્યા અને મહેશનું ધ્યાન તેની બહેને રાખ્યું હતું. બંને ભાઈ-બહેન પોતાનું પેટ ભરવા માટે કેટર્સની નોકરી કરતા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીની નજર આ ભાઈ-બહેન પર પડી તો તેમને તેઓ રાજકોટના કાઠીયાવાડ બાલાકશ્રમમાં લાવ્યા અને તેને આશ્રય આપ્યો.
આ સંસ્થાએ જ શીતલ, મહેશ અને વિવેકને ભણાવ્યા
નાનપણથી જ શીતલ અને વિવેકનું ઘર કાઠીયાવાડ બાલાશ્રમ બની ગયું. આ સંસ્થાએ જ શીતલ, મહેશ અને વિવેકને ભણાવ્યા છે. આજે આ ત્રણેયે સમાજમાં એક અલગ પહેચાન બનાવીને છે. શીતલ અને મહેશે જિંદગીની આ સફર બાલાશ્રમથી ગૃહસ્થાશ્રમ સુધી પહોંચી ગઈ છે. શીતલ અને મહેશે 26મી જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડીને એકબીજાના થઈ ગયાં છે અને પોતાના એક નવા પરિવારની શરૂઆત કરી છે.
આ પણ વાંચો: અમદાવાદની યુવતી સાથે લગ્ન કરવા યુવક કેનેડાથી જાન લઈને આવ્યો, હિંદુ રીત-રિવાજ પ્રમાણે થયા લગ્ન
શીતલે પોતાની સંઘર્ષની કહાની વિશે વાત કરતા શું કહ્યું?
શીતલનો ભાઈ મહેશ અત્યારે બેંકમાં નોકરી કરે છે અને સાથે સાથે MBAનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે મહેશ UPSCની તૈયારી કરી રહ્યો છે.શીતલે પોતાની સંઘર્ષની કહાની વિશે વાત કરતા કહ્યું કે તેમને જસાણી સ્કૂલમાંથી અભ્યાસ કરીને રાજકોટની ભાલોડીયા અને કંસાગરા કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમ એસ ડબલ્યુની ડીગ્રી મેળવ્યા પછી ગ્રુપ કાઠીયાવાડ બાલાશ્રમમાં જ તેને ગૃહમાતા તરીકે જોબ કરી હતી. સરકારના કેટલાક નિયમો મુજબ બાલાશ્રમમાં રહેતા બાળકો જ્યારે મોટા થાય તેમને પોતાની રીતે વ્યવસ્થા કરવાની હોય છે. જેથી શીતલ, મહેશ અને વિવેકે અનેક કપરી પરિસ્થિતિનો સામનો કરીને આજે તેઓ પોતાના પગભર થયા છે.
ભણવાની સાથે સાથે મહેશ છાપા નાખવાનું કામ કરતો
મહેશનું જીવન પણ ઘણું સંઘર્ષમય રહ્યું છે. શરૂઆતમાં તેમને ભણવામાં મન લાગતું ન હતું પણ જીવનમાં કંઈક કરવુ હતું એટલે ભણવુ જરૂરી હતું. ભણવાની સાથે સાથે મહેશ છાપા નાખવાનું કામ કરતો અને વધુ અભ્યાસ માટે તેમને સુરતમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું હતું. મહેશને લોકોની સેવા કરવી હતી એટલે તેને પોલીસ ભરતીની તૈયારી શરૂ કરી અને પોલીસની ભરતીની પરીક્ષા પાસ કરીને હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે સીલેક્શન થતાં હાલમાં રાજકોટ પોલીસમાં ઘંટેશ્વર ખાતે તેમનું પોસ્ટિંગ છે.
આ પણ વાંચો: YouTube વીડિયો, A4ના પેપરનું પ્રિન્ટર અને નકલી નોટોનો ફર્જી કાંડ! 1.03 લાખની નકલી ચલણી નોટો જપ્ત
મહેશે શીતલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા
અત્યારે મહેશ પાસ સરકારી નોકરી અને ઘરનું ઘર પણ છે અને હવે શીતલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા બાદ તેનો નવો પરિવાર પણ બની ગયો છે.મહેશ અને શીતલને એક પરિવાર બનાવવા પાછળ સંસ્થાના મોભી સી.એમ.પટેલનો મોટો હાથ છે. કારણ કે, તેમને આ બંને બાળકોને પોતાની નજર સામે મોટા થતાં જોયા હતા અને તેઓ બંનના સ્વભાવ અને સંસ્કાર જાણતા હતા. એટલે આ બંનેના જીવસાથી બીજા અન્ય કોઈ બને તેના કરતાં બંને એક જ કસ્તીમાંથી પસાર થયા હોવાથી એકબીજાના દુઃખને સારી રીતે સમજી શકે અને સુખી સંસાર નો માળો બનાવી શકે. આવી ભાવના સાથે બંનેને ઓળખાણ કરાવી અને પરિવારના અન્ય વડીલોને મળી તેમની મંજૂરીથી બંનેનું સગપણ નક્કી થયું અને આજે તેઓ એકબીજાના જીવનસાથી બની ગયાં છે. શીતલ અને મહેશ બંને પોતાની આવકમાંથી બચત કરી સેવાભાવી તક્ષ મિશ્રાના એન.જી.ઓ.માં સેવા આપે છે અને બાળકોને શિક્ષિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.


