ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ, પરિવાર, MPs, MLAs, સંતો-મહંતો, અગ્રણીઓ હાજર

ભાજપ, કોંગ્રેસ (Congress) સહિત રાજકીય નેતાઓ અને આગેવાનોએ હાજરી આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
04:22 PM Jun 17, 2025 IST | Vipul Sen
ભાજપ, કોંગ્રેસ (Congress) સહિત રાજકીય નેતાઓ અને આગેવાનોએ હાજરી આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Rupani_Gujarat_first
  1. રાજકોટમાં (Rajkot) સ્વ. વિજય રૂપાણીની પ્રાથના સભા યોજાઈ
  2. રેસકોર્ષ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું
  3. અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા
  4. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા
  5. રામકૃષ્ણ આશ્રમ, BAPS, વડતાલ તાબાનાં સંતો, આચાર્યો પણ હાજર રહ્યા

Rajkot : રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની (Vijay Rupani) પ્રાર્થના સભા યોજાઈ. રેસકોર્ષ મેદાન ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા અને ભાજપ, કોંગ્રેસ (Congress) સહિત રાજકીય નેતાઓ અને આગેવાનોએ હાજરી આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. MP, MLA, પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી.

આ પણ વાંચો - Vijay Rupani Funeral : વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, વરસાદમાં ચોધાર આંસુએ રડ્યું રાજકોટ!

મંત્રી, નેતાઓ, આગેવાનો, સંતો-મહંતો, આચાર્યો હાજર રહ્યા

રાજકોટમાં (Rajkot) આવેલા રેસકોર્ષ મેદાન ખાતે આજે પૂર્વ સીએમ અને સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ, જેમાં સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા. સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભામાં ભાજપ (BJP), કોંગ્રેસ સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા. MP, MLA, પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. ઉપરાંત, રામકૃષ્ણ આશ્રમ, BAPS, વડતાલ તાબાના સંતો. આચાર્યો પણ હાજર રહ્યા.

આ પણ વાંચો - Vijay Rupani Funeral : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સાંસદ, MLAs એ આપી શ્રદ્ધાંજલિ

ગઈકાલે શ્રદ્ધાંજલિ યાત્રા, અંતિમ દર્શન અને અંતિમ યાત્રા યોજાઈ હતી

જણાવી દઈએ કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં (Air India Plane Crash) વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. ઘટનાનાં 70 કલાક બાદ સ્વ. વિજયભાઈ રૂપાણીનું DNA ટેસ્ટ મેચ થયું હતું. ત્યાર બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. સ્વ. વિજયભાઈ રૂપાણીના મૃતદેહને અમદાવાદથી રાજકોટ લવાયો હતો, જ્યાં શ્રદ્ધાંજલિ યાત્રા, અંતિમ દર્શન અને અંતિમ યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah), મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) અન્ય મંત્રીઓ, ધારાસભ્યો, નેતાઓ, અગ્રણીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. દીકરા ઋષભે વિજયભાઈને અગ્નિદાહ આપ્યો હતો અને સ્વ. વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.

આ પણ વાંચો - Vijay Rupani : રાજકોટમાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં જનમેદની, જુઓ Photos-Video

Tags :
air india crashAir India plane crashAirline Flight CrashAmit ShahBJPCM Bhupendra PatelCongressCR PatilFlight AI171Gujarat FirstGUJARAT FIRST NEWSPlane Crashplane crash AhmedabadRAJKOTTop Gujarati NewsTribute To Vijay RupaniVijay RupaniVijay Rupani funeral
Next Article