Rajkot : MLA જીગ્નેશ મેવાણીએ એનિમલ હોસ્ટેલની લીધી મુલાકાત, BJP-RSS પર સાધ્યું નિશાન
- રાજકોટની એનિમલ હોસ્ટેલની MLA જીગ્નેશ મેવાણીએ લીધી મુલાકાત (Rajkot)
- ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોના મોત થયાનો આરોપ કર્યો
- ધારાસભ્યએ ગાયોના મોત પર ભાજપ અને RSS પર નિશાન તાક્યું
- ગાયોના નામે મત માંગનારા ગાયોના મોત પર ચૂપ : જીગ્નેશ મેવાણી
Rajkot : રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની (Animal Hostel) ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ઓચિંતિ મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન, ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોનાં મોત થયાનો આરોપ ધારાસભ્યે કર્યો છે. ગાયોના મોત મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'ગાયોના નામે મત માંગનારા ગાયોના મોત પર ચૂપ છે...'
આ પણ વાંચો - Jamnagar : ક્ષત્રિય આગેવાન PT જાડેજાની ધરપકડનો વિરોધ, રાજપૂત સમાજની બાઇક રેલી
ધારાસભ્યએ ગાયોના મોત પર ભાજપ અને RSS પર નિશાન તાક્યું
રાજકોટમાં (Rajkot) આવેલ એનિમલ હોસ્ટેલની કોંગ્રેસ (Congress) ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન, તેમણે BJP અને RSS પર ગંભીર આરોપ લગાવી નિશાન સાધ્યું હતું. ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોના મોત થયાનો જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાયોનાં નામે મત માંગનારા ગાયોનાં મોત પર ચુપ છે. વર્ષ 2022 માં રાજકોટમાં 1.5 લાખ ગાય હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તંત્રને સવાલ કર્યો કે આ 1.5 લાખ ગાયો ગઈ કયા?
આ પણ વાંચો - Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત
બિસ્માર રોડ અંગે વ્યક્ત કર્યો હતો રોષ
જણાવી દઈએ કે, આ પહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) રોડની બિસ્માર હાલત અંગે રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવની ચિમકી ઉચ્ચારી હતી. રોડ-રસ્તાની સ્થિતિને લઈ જીગ્નેશ મેવાણી કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં રસ્તાઓ ખખડધજ છે. જેતપુર હાઇવે (Jetpur Highway) પર લોકોને હાલાકી પડી રહી છે. મ્યુ. કોર્પોરેશનની કચેરીને તાડું મારી દેવું જોઈએ તેવી સ્થિતિ છે. ખાડે ગયેલું તંત્ર કોઈ પણ સંજોગોમાં ન સાંખી લેવાય. આ સાથે તેમણે 'રોડ નહી તો ટોલ નહીં" સૂત્ર સાથે કલેક્ટર કચેરી ઘેરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો - Junagadh : UP ની યુવતીએ જુનાગઢના યુવકને લગ્નની લાલચ આપી, કિંમતી ઘરેણા-રોકડ લઈ ફરાર!


