Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સ્કંદ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીએ દર્દીનું મોત, 3 ડોકટર ભૂગર્ભમાં

રાજકોટની સ્કંદ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીને કારણે દર્દીના મોતનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડો. હાર્દિક સંઘાણી, તેમની પત્ની અને ડો. જીગ્નેશ પટેલ ફરાર થયા હોવાની માહિતી છે. સમગ્ર મામલે આરોગ્ય સેવાઓ અને દર્દીની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
rajkot   સ્કંદ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીએ દર્દીનું મોત  3 ડોકટર ભૂગર્ભમાં
Advertisement
  • Rajkot ની સ્કંદ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારી...
  • દર્દીના મોત બાદ ફરીયાદ નોંધાતા તમામ ડોક્ટરો ભુગર્ભમાં
  • ફરિયાદ નોંધાતા ત્રણેય ડોક્ટરો ભુગર્ભમાં ઉતરી ગયા
  • ડો.હાર્દિક સંઘાણી તેની પત્ની સહિત ડો.જીગ્નેશ પટેલ ઉતર્યા ભૂગર્ભમાં
  • વોકહાર્ટ હોસ્પિટલ ના ડૉક્ટર જીગ્નેશ પટેલ ને લઈ પણ શંકા સેવાઈ રહી છે
  • વોકહાર્ટ હોસ્પિટલ માં આ પ્રકારના એકપણ ડોક્ટર ના હોવાની વિગત સામે આવી છે
  • ત્યારે જીગ્નેશ પટેલ કોણ સૌથી મોટો સવાલ ઉત્પ્ન થઈ રહ્યો છે

Rajkot hospital negligence case : ગુજરાતમાં વધુ એક વખત ડોકટરની બેદરકારીએ દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ ખાતે આવેલી સ્કંદ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીની ઘટના સામે આવી છે. દર્દીના મોત બાદ ફરીયાદ નોંધાતા તમામ ડોકટરો ભુગર્ભમાં ઉતર્યા છે. દર્દીના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા ત્રણેય ડોકટરો ભુગર્ભમાં ઉતરી ગયા છે.

દર્દીનું મોત થતા પરિવારજનોમાં આક્રોષ

મળતી માહિતી અનુસાર ડો.હાર્દિક સંઘાણી અને તેની પત્ની સહિત ડો.જીગ્નેશ પટેલ ફરાર થયા છે. આ ઉપરાંત વોકહાર્ટ હોસ્પિટલના ડોકટર જીગ્નેશ પટેલને લઈ પણ શંકા સેવાઈ રહી છે. વોકહાર્ટ હોસ્પિટલમાં આ પ્રકરાના એકપણ ડોકટર ના હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્કંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીનું મોત થતા પરિવારજનોમાં આક્રોષનો માહોલ જોવા મળ્યો છે. મૃતકના પરિવારે આરોપીને કડક સજા મળે તેવી માગ કરી છે.

Advertisement

Advertisement

શું થયું હતું દર્દીને? (Skand Hospital in Rajkot)

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર દર્દીને તાવ આવ્યો હતો જેના પગલે સ્કંદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં ડોકટરોની બેદરકારી દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટર હાર્દિક સંઘાણીએ દર્દીની સારવાર કરી હતી ત્યારબાદ બીજા દિવસે દર્દીની તબિયત લથડતા દર્દીની માતાએ ડોકટરને જાણ કરી હતી. પરંતુ ડોકટર હાજર ન હોવાથી તેમની પત્નિએ દર્દીની સારવાર કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

દર્દીના મોત બાદ ફરીયાદ નોંધાતા તમામ ડોક્ટરો ભુગર્ભમાં

મહત્વનું છે કે ડોકટર હાર્દિક સંઘાણીની પત્નિ પણ સ્કીનના ડોકટર હોવાનું સામે આવ્યું છે. તેમને પણ સારવાર કર્યા બાદ વોકહાર્ટ હોસ્પિટલના ડૉક્ટર જીગ્નેશ પટેલ પાસે સારવાર કરાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્યારબાદ દર્દીનું મોત નિપજ્યું હોવાથી પરિવારજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે મૃતકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની જાણ થતા 3 ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આ પણ વાંચો :   Rajkot માં પ્રથમ વખત ડોક્ટરની બેદરકારીથી મોતનો ગુનો નોંધાયો, 28 વર્ષીય યુવકે જીવ ગૂમાવ્યા બાદ કાર્યવાહી

Tags :
Advertisement

.

×