Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી ગરમાયું રાજકારણ

કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય તેની સરકાર પડી પણ જાય: ઋષિભારતી બાપુ
rajkot   કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી ગરમાયું રાજકારણ
Advertisement
  • જસદણના દહિંસરા ગામના કાર્યક્રમમાં આપ્યું મોટું નિવેદન
  • રાજકીય રીતે કોળી સમાજ સૌથી તાકાતવર સમાજ : ઋષિભારતી બાપુ
  • કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય

Rajkot : કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જસદણના દહિંસરા ગામના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. ઋષિભારતી બાપુએ જણાવ્યું છે કે રાજકીય રીતે કોળી સમાજ સૌથી તાકાતવર સમાજ છે. કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય છે. કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય તેની સરકાર પડી પણ જાય છે. વોટ અને નોટ કોળી સમાજ ફરતે જ રહેવી જોઇએ. ભારતમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કોળી સમાજનું છે. કોળી સમાજ હટી જાય તો સનાતન ધર્મનું શું થાય? ધર્મગુરુઓએ પણ કોળી સમાજ માટે આ વિચારવાની જરૂર છે.

સમસ્ત સાંકરીયા પરીવાર દ્વારા શક્તિ માતાજીનો 24 કલાકના નવરંગ માંડવાનું આયોજન

શક્તિ માતાજીના નવરંગ માંડવાના કાર્યક્રમમાં ઋષિભારતી બાપુ બોલ્યા છે. જેમાં કુંવરજી બાવળીયા અને ગેનીબેન ઠાકોર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જસદણના દહિંસરા ગામે સમસ્ત સાંકરીયા પરીવાર દ્વારા શક્તિ માતાજીનો 24 કલાકના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો સાથે સાધુ સંતો પધાર્યા હતા. બપોરની રસોઈમાં 1,10,000 કરતાં વધારે લોકોએ પ્રસાદ લીધો હતો. તથા સાંજના સમયે 5 લાખ કરતા વધારે લોકોએ પ્રસાદ લીધો હતો. 6,00,000 કરતા પણ વધારે લોકોએ આ માંડવામાં આવ્યા હતા. આ તકે કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર શ્રી ઋષિભારતી બાપુએ કોળી સમાજને રાજકીય પ્રવચન આપ્યું હતું.

Advertisement

કોળી સમાજનું પહેલા નંબર વોટિંગ છે અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે ભગવાનની ઈચ્છા હશે તો

ઋષિભારતી બાપુએ જણાવ્યું છે કે કોળી સમાજનું પહેલા નંબર વોટિંગ છે અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે ભગવાનની ઈચ્છા હશે તો. જેની પાર્ટીમાં કોળી સમાજ બેસી જાય તેની સરકાર બેસી જાય અને જેની પાર્ટીમાંથી કોળી સમાજ ઉઠી જાય તેની સરકાર ઉઠી જાય છે. વોટ અને નોટ કોળી સમાજ ફરતી રેવી જોઈએ તોજ સમાજનું ઉત્થાન થશે. ભારતભરમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી સમાજનો છે. સનાતન ધર્મમાં સવા સો કરોડમાંથી 26 કરોડ કોળી સમાજ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે. ત્યારે માંડવાની શરૂઆત થઈ એ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજરી આપી હતી તથા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજરી આપી હતી. તથા સાંજના સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને બ્રિજરાજ સોલંકીએ હાજરી આપી હતી. જેમાં ઋષિ ભારતી બાપુના પ્રવચન બાદ રાજકીય ચર્ચા ઊભી થઈ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 11 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×