ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રીબડાના યુવકની આત્મહત્યા મુદ્દે રાજકારણ ગરમાયું, જયરાજસિંહ મળ્યા પરિવારજનોને

Gondal ના રીબડામાં રહેતા અમિત ખૂંટ (Amit Khunt) એ ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટના બાદ રાજકોટનું રાજકારણ ગરમાયું છે. વાંચો વિગતવાર.
12:42 PM May 05, 2025 IST | Hardik Prajapati
Gondal ના રીબડામાં રહેતા અમિત ખૂંટ (Amit Khunt) એ ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટના બાદ રાજકોટનું રાજકારણ ગરમાયું છે. વાંચો વિગતવાર.
Amit Khunt Gujarat First

Rajkot : ગોંડલના રીબડામાં રહેતા અમિત ખૂંટ (Amit Khunt) નામના યુવકે આત્મહત્યા કરી છે. આ યુવકની આત્મહત્યાથી રાજકોટનું રાજકારણ ગરમાયું છે. મૃતક જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) નો સમર્થક હતો. મૃતકે વિધાનસભા ચૂંટણીમાં Jayrajsinh Jadeja ને સમર્થન કર્યુ હતું. આ આત્મહત્યા બાદ જયરાજસિંહ જાડેજા મૃતકના પરિવારજનોને મળ્યા છે અને સાંત્વના પણ પાઠવી છે.

રાજકારણ ગરમાયું

રીબડાના અમિત ખૂંટે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યા બાદ રાજકોટનું રાજકારણ ગરમાયું છે. મૃતકના પરિવારજનોને ગોંડલના પૂર્વ ધારાસભ્ય Jayrajsinh Jadeja રૂબરુ મળ્યા અને સાંત્વના પાઠવી છે. આ ઉપરાંત રીબડાના જ ગોવિંદભાઈ સગપરીયાએ અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhdhasinh Jadeja) પર યુવકને આત્મહત્યા માટે મજબૂર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગોવિંદભાઈ સગપરીયાએ જણાવ્યું કે, મૃતક અમિત ખૂંટે Anirudhdhasinh Jadeja ના ત્રાસથી આપઘાત કર્યો છે.

આ પણ વાંચોઃ  Rajkot : જનોઈ પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને ટ્રકે અડફેટે લીધો, સાસુ-વહુના થયા મોત

દુષ્કર્મનો આક્ષેપ

રીબડાના મૃતક અમિત ખૂંટ પર અગાઉ એક સગીરાએ દુષ્કર્મનો આક્ષેપ પણ કર્યો હતો. જેમાં સગીરાને ગોંડલ રોડ પર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો આરોપ લગાડ્યો હતો. અમિત ખૂંટની આત્મહત્યા બાદ રીબડાના ગોવિંદભાઈ સગપરીયા (Govindbhai Sagpariya) એ યુવકને માનસિક ત્રાસ Anirudhdhasinh Jadeja પહોંચાડતા હોવાનું નિવેદન આપ્યું છે. ગોવિંદભાઈ સગપરીયાએ જણાવ્યું છે કે, મૃતક યુવક પર લાગેલ દુષ્કર્મનો આરોપ સદંતર ખોટો છે. દુષ્કર્મનો આક્ષેપ લગાડયો તે અનિરુદ્ધસિંહ જાડેજાનું કાવતરું છે.

પોલીસને મળી Suicide Note

રીબડાના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસને જાણ થતાં જ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી છે. પોલીસે FSL ની ટીમ સાથે રાખીને ઘટનાસ્થળે તપાસ શરુ કરી દીધી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક Suicide Note પણ મળી આવી છે. જેમાં મૃતકે પોતાના પરિવારને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ  Std. 12 and GUJCET results : ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાણો કેટલા ટકા આવ્યું પરિણામ

Tags :
Amit KhuntAnirudhdhasinh JadejaGovindbhai SagpariyaGujarat FirstGUJARAT FIRST NEWSjayrajsinh jadejaRajkot politicsrape allegationsRibada-GondalSuicide Note
Next Article