Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જસદણમાં તુલસી વિવાહમાં જતાં 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલબસ અચાનક ખાડામાં ખાબકી

રાજકોટનાં જસદણમાં આજે ગોઝારી દુર્ઘટના બની છે. 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. દુર્ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. બસમાં સવાર લોકો તુલસી વિવાહ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હોવાની માહિતી છે.
rajkot   જસદણમાં તુલસી વિવાહમાં જતાં 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલબસ અચાનક ખાડામાં ખાબકી
Advertisement
  1. Rajkot ના જસદણમાં સ્કૂલ બસ ખાડામાં ખાબકી
  2. 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી
  3. તુલસી વિવાહ કાર્યક્રમમાં જતી વેળાએ બસને અકસ્માત નડ્યો
  4. બસ ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનાં અહેવાલ
  5. અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા

Rajkot : રાજકોટનાં જસદણ ખાતે (Jasdan) આજે એક ગોઝારી દુર્ઘટના બની છે. 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી (School Bus Accident) હતી. આ અકસ્માતમાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. દુર્ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ (Atkot Police) બનાવ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. બસમાં સવાર લોકો તુલસી વિવાહ કાર્યક્રમમાં (Tulsi Vivah) જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Gandhinagar : જાણો પ્રભારીમંત્રી તરીકે કોણે મળી કયા જિલ્લાની જવાબદારી ? જુઓ લિસ્ટ

Advertisement

Rajkot માં 50 થી વધુ લોકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી

રાજકોટ જિલ્લાના (Rajkot) જસદણનાં જીવાપર ગામ નજીક 50 થી વધું લોકોથી ભરેલી સ્કૂલબસ ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની અલગ-અલગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બે લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાની માહિતી છે. સદનસીબે આ અક્સમાતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસની ટીમ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : 20 દિવસમાં સરવે કરવા અધિકારીઓને MLA કેતનભાઈ ઈનામદારની સૂચના!

15 ઇજાગ્રસ્ત, 2 ને ગંભીર ઇજાઓ, ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની!

પ્રાથમિક માહિતી અનુસાર, સ્કૂલ બસમાં સવાર 50 થી વધુ લોકો એક તુલસી વિવાહ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. દરમિયાન, જસાપરથી નવાગામ તરફ જતી વેળાએ બસચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ ખાડામાં ખાબકી (School Bus Accident) હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અરેરાટી વ્યાપી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Dahod : મૃત્યુ પછી દાહોદ હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યું પરિવાર, તાંત્રિકે કરી વિધિ

Tags :
Advertisement

.

×