Rajkot : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન, જાણો કોણે શું કહ્યું
- પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા
- ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી : જયરાજ સિંહ જાડેજા
- ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અહીંયા સમાજના વાળા નથી : ગણેશ ગોંડલ
Rajkot : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થયુ છે. જેમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાન કર્યું છે. તેમાં બન્ને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેમાં જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા તથા
ગોપાલ શિંગાળા, કનકસિંહ જાડેજા અને મનસુખભાઇ સખીયા, લક્ષ્મણભાઇ પટેલ હાજર રહ્યા હતા.
Gondal માં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન | Gujarat First
પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ કર્યુ સમાધાન
બન્ને સમાજના લોકો વચ્ચે મળી હતી મહત્વની બેઠક
જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા રહ્યા હાજર
ગોપાલ શિંગાળા, કનકસિંહ જાડેજા પણ રહ્યા હતા હાજર
મનસુખભાઇ… pic.twitter.com/rzLNmDGRDM— Gujarat First (@GujaratFirst) March 23, 2025
પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ છે. અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. જયરાજ સિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની સીટ પર કોઈ બહારના નજર ન નાખે અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. બહારના લુખ્ખાઓ ગોંડલની સીટ પર નજર કરે નહુ. અહીંયા જેને આવવું હોય તે લડવા આવી જાય અમે અહીંયા છીએ. ત્યારે ગણેશ ગોંડલે પણ જણાવ્યું હતુ કે છેલ્લા 4, 5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે મિરઝાપુર ગણે છે, ગોંડલના યુવાન તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપુ છું ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અહીંયા સમાજના વાળા નથી.
Ganesh Gondal કોને ટપોરી કહેતા કહી દીધી સીધી અને ચોખ્ખી વાત! | Gujarat First
છેલ્લા 4 ,5 દિવસ થી ગોંડલ ને બદનામ કરવામાં આવી રહ્યું છે
ગોંડલને જે મિરઝાપુર ગણે છે
ગોંડલ ના યુવાન તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપું છું
ગોંડલ ભગવતસિંહ જી નું ગોકુળિયું ગોંડલ છે
અહીંયા સમાજના વાળા… pic.twitter.com/OBx2Ijj9NF— Gujarat First (@GujaratFirst) March 23, 2025
ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી : જયરાજ સિંહ જાડેજા
જયરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે દરેક સમાજનો હું આભાર માનુ છુ. ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી. આવી બધી વાતમાં નહીં પડતા શાંતિ અને સલામતીનું આ પરિણામ છે. જ્યારે ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળી જવાબ આપીશું.
પાટીદાર સમાજ માટે JairajSingh Jadeja એ શું કહ્યું? | Gujarat First
દરેક સમાજનો હું આભાર માનું છું ગોંડલ ને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી આવી બધી વાતમાં નહીં પડતા શાંતિ અને સલામતીનું આ પરિણામ છે જ્યારે ગોંડલની બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળી જવાબ… pic.twitter.com/qUglNqm81i
— Gujarat First (@GujaratFirst) March 23, 2025
આ પણ વાંચો: Gujarat : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ Viral Video


