Rajkot : ફરી એકવાર ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત! માતાજીના માંડવામાં 6 જીવતા પશુઓની ચઢાવાઈ બલિ
- Rajkot માં ફરીએકવાર ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત
- વિહત માતાજીના માંડવામાં 6 જીવતા પશુઓની ચઢાવાઈ બલિ
- ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું
- ગ્રીનલેન્ડ ચોકડી પાસે બની કાળજું કંપાવી દે તેવી ઘટના
- પશુઓની બલિ ચઢાવાતા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરાઈ
- જીવ રક્ષા ફાઉન્ડેશન દ્વારા 9 જીવતા પશુ ને બચાવી લેવાયા
- માતાજીના માંડવામાં રેડ કરતા આરોપીઓ થયા ફરાર
- પશુ બલિને લઈને થોરાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
Rajkot : આધુનિક યુગમાં પણ ધર્મની આડમાં અંધશ્રદ્ધાનું કેવું ઘોર કૃત્ય થઈ શકે છે, તેનો વધુ એક કાળજું કંપાવી દે તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા એક વિસ્તારમાં વિહત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધાર્મિક વિધિના નામે 6 જીવતા પશુઓની બલિ ચઢાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
જીવ રક્ષા ફાઉન્ડેશને બચાવ્યા 9 પશુ
મળી રહેલી માહિતી અનુસાર, આ અંધશ્રદ્ધાભરી વિધિનું આયોજન ચૌહાણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જે દરમિયાન નિર્દોષ પશુઓની બલિ ચઢાવવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પશુ ક્રૂરતા સામે લડતી સંસ્થા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી, જેના પગલે આ ઘૃણાસ્પદ કૃત્યનો પર્દાફાશ થયો હતો. જીવ રક્ષા ફાઉન્ડેશનના કાર્યકરો જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આયોજિત માતાજીના માંડવા પર પહોંચ્યા, ત્યારે ત્યાં પશુઓની બલિ ચઢાવવાની વિધિ ચાલી રહી હતી.
સદનસીબે, તેમની સમયસરની કાર્યવાહીના કારણે ટીમે 9 જીવતા પશુઓને વધુ બલિ ચઢાવવામાં આવે તે પહેલા જ બચાવી લીધા હતા. બચાવી લેવાયેલા પશુઓને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
Rajkot | તમારી અંધશ્રદ્ધામાં મૂંગા પશુઓના શું વાંક ? | Gujarat First #Gujarat #Rajkot #Superstition #DumbAnimals #VigyanJatha #ChairmanJayantPandya #RajkotPolice #GujaratFirst pic.twitter.com/bNsv89XKNo
— Gujarat First (@GujaratFirst) November 24, 2025
આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર (Rajkot)
જોકે, જીવ રક્ષા ફાઉન્ડેશન દ્વારા રેડ પાડવામાં આવતા જ માંડવાનું આયોજન કરનારા અને આ બલિ પ્રથામાં સામેલ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જાહેરમાં ધાર્મિક વિધિના નામે પશુઓની બલિ ચઢાવવાની આ ગંભીર ઘટનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે અને સાથે જ આ કૃત્ય પાછળ કયા કયા લોકોનો હાથ છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કાયદામાં પશુ બલિ અને પશુ ક્રૂરતા પ્રતિબંધિત હોવા છતાં, રાજકોટ જેવા વિકસિત શહેરમાં આવી ઘટના બનવી એ સમાજ માટે એક લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો : Rajkot: મવડી વિસ્તારમાં કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ, જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા


