Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો, 12 ધોરણ પાસ મહિલા કરતી હતી કામ

અગાઉ પણ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી તેમાં જેલમાંથી બહાર આવી ફરીથી ધંધો શરુ કર્યો
rajkot   ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો  12 ધોરણ પાસ મહિલા કરતી હતી કામ
Advertisement
  • સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ કરાઇ
  • અગાઉ પણ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી
  • ગર્ભ પરીક્ષણના રૂપિયા 16,500 લેતી હતી

Rajkot :   SOG એ ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કર્યો છે. જેમાં 12 મું પાસ મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હતી. તેમાં સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી. તેમાં જેલમાંથી બહાર આવી ફરીથી ધંધો શરુ કર્યો હતો. SOG એ આરોગ્ય વિભાગને સાથે રાખી ઓપરેશન કર્યું છે. તેમાં SOG એ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે ઉભા કર્યા હતા.

- રાજકોટમાં SOG એ ગર્ભ પરીક્ષણનો કર્યો પર્દાફાશ
- 12મું પાસ મહિલા કરતી હતી ગર્ભ પરીક્ષણ
- સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ
- અગાઉ ગર્ભ પરીક્ષણના ગુનામાં ઝડપાઈ હતી
- જેલમાંથી બહાર આવી ફરીથી શરુ કર્યો ધંધો
- SOGએ આરોગ્ય વિભાગને સાથે રાખી કર્યુ ઓપરેશન
- બે મહિલા કોન્સ્ટેબલને ડમી… pic.twitter.com/16ycqQM612

Advertisement

ગર્ભ પરીક્ષણના રૂપિયા 16,500 ભાવ નક્કી કરાયા હતા. જેમાં મશીન સહિત સામગ્રી જપ્ત કરાઈ છે. અગાઉ રૈયા રોડ પરના કનૈયા ચોકમાં આવેલા મકાનમાં ચાલતા ગર્ભ પરીક્ષણના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી એક ત્યક્તાને ઝડપી લીધી હતી. ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર ત્યક્તાએ કહ્યું હતું કે મકાનમાં ગર્ભ પરીક્ષણનું મશીન અને સાધનો રાખી આ ગોરખધંધો ચલાવતી હતી. 30થી વધુ ગર્ભ-પરીક્ષણ કર્યાંનું અને આ માટેના તમામ ગ્રાહકો શોધી લાવ્યાનું પોલીસ સમક્ષ રટણ કરતી હતી. મનપાના આરોગ્ય વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના કનૈયા ચોકમાં આવેલા એક મકાનમાં ગર્ભ-પરીક્ષણનો ગોરખધંધો ચાલતો હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડનાં મહિલા પોલીસ શાંતુબેન મુળિયાને માહિતી મળતાં તેઓ પોતે, પીએસઆઇ અંસારી અને યુવરાજસિંહ સહિતના સ્ટાફે ઓપરેશન શરૂ કર્યું હતું. કોન્સ્ટેબલ શાંતુબેન ડમી ગ્રાહક બન્યાં હતાં અને એક શખસને તેના પતિ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે મનપાના આરોગ્ય વિભાગને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો.

Advertisement

આરોપી અગાઉ નર્સ તરીકે નોકરી કરતી હતી

આરોપી અગાઉ નર્સ તરીકે નોકરી કરતી હતી પોલીસે સ્થળ પરથી ગર્ભ-પરીક્ષણનું મશીન, દવા અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સરોજ ડોડિયાની અટકાયત કરી હતી. તે અગાઉ નર્સ તરીકે નોકરી કરતી હતી, બાદમાં પોતે જ ગર્ભ-પરીક્ષણ કરવા લાગી હતી. સરોજની સાથે અન્ય એક મહિલા સહિત કેટલાક શખસોની સંડોવણીની શંકાએ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ત્યક્તાએ મહિલા કોન્સ્ટેબલનો મોબાઇલ પતિને આપી દીધો

ત્યક્તાએ મહિલા કોન્સ્ટેબલનો મોબાઇલ પતિને આપી દીધો સરોજ ડોડિયાએ ડમી પેશન્ટ કોન્સ્ટેબલ શાંતુબેન અને તેના પતિને ક્લિનિકે બોલાવવાને બદલે રેસકોર્સ મેદાનમાં બોલાવ્યા હતા, ત્યાં પહોંચ્યા બાદ શાંતુબેન પાસેથી રૂ.18 હજાર લીધા બાદ સરોજે મહિલા કોન્સ્ટેબલનો મોબાઇલ તેના પતિને આપી દીધો હતો અને પોતાનો મોબાઇલ સ્વિચ-ઓફ કરી દીધો હતો, જેથી પોલીસને તેનું લોકેશન મળે નહીં. આ ઉપરાંત સરોજે દંપતીને સાથે લઇ જવાને બદલે શાંતુબેનને એકલી લઇને રવાના થઇ હતી. તેના કથિત પતિને સાથે લઇ જવાનો ઇનકાર કરી દીધો હતો. આ રીતે ધંધો કરતી હતી. જેમાં હવે ફરીથી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Stock Market Crash: જેનો ડર હતો તે થયું, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટ ઘટ્યો, ટાટા-રિલાયન્સમાં કડાકો

Tags :
Advertisement

.

×