ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે 4 શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ માર્યો આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલની ઘટના પાન મસાલાના રૂ.100 જેવી બાબતે પેટ્રોલ બોમ્બનો ઘા Rajkot માં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. જેમાં નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ...
12:17 PM Jan 16, 2025 IST | SANJAY
નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ માર્યો આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલની ઘટના પાન મસાલાના રૂ.100 જેવી બાબતે પેટ્રોલ બોમ્બનો ઘા Rajkot માં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. જેમાં નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ...
Rajkot @ Gujarat First

Rajkot માં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. જેમાં નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટલે પેટ્રોલ બોમ્બ માર્યો હતો. તેમાં પાન મસાલાના રૂ.100 જેવી નજીવી બાબતે પેટ્રોલ બોમ્બનો ઘા કરવામાં આવ્યો છે. આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલ ની ઘટના છે. જયદેવ રામાવત તથા ચિરાગ બાવાજીએ પાન માવાના રૂ.100 બાબતે માથાકુટ કરી હતી.

બે અજાણ્યા શખસો સાથે આવી હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો

માથાકુટ કર્યા બાદ અન્ય બે અજાણ્યા શખસો સાથે આવી હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બોટલમાં જ્વલનશીલ પદાર્થ ભરી હોટલ પર ઘા કર્યો હતો. તેમજ કાચની બોટલમાં પેટ્રોલ બોમ્બ બનાવી હોટલ પર ફેંક્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બોટલ ફેંકતા જ અફરાતફરીનો માહોલ જોઈ શકાય છે તેમજ પોલીસે ચાર શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જો કે આકાશવાણી ચોકમાં બે દિવસમાં બીજી મારામારીની ઘટના બનતા પોલીસ પર પ્રજાજનોની ફિટકાર વધી છે. ગઈકાલે પણ આકાશવાણી ચોકમાં માથાકૂટમાં બનાવ સામે બન્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિના દિવસે આ જ જગ્યા ઉપર નકળંગ ચાની નજીકમાં આવેલ ઠાકરધણી ચાના સ્ટોલ પર બપોરના સમયે 15 જેટલા લોકો સામસામે આવી જાહેરમાં મારામારી કરી હતી. જે સમગ્ર ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. એટલે કે, એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે નાની નાની વાતમાં લુખ્ખા તત્વો બેફામ બની આતંર મચાવી રહ્યાં છે.

આ પણ વાંચો: Jamnagar ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 2 ગંભીર ઇજાગ્રસ્ત

 

Tags :
GujaratGujarat First RajkotGujarat NewsGujarati NewsGujarati Top NewspoliceTop Gujarati News
Next Article