Rajkot : સંતકબીર રોડ પર પરપ્રાંતિય બે સગા ભાઈઓ પર છરીથી હુમલો, એકનું મોત
- Rajkot નાં સંતકબીર રોડ પર મધરાત્રે ખેલાયો ખૂની ખેલ
- પરપ્રાંતિય બે સગા ભાઈઓ પર રૂમમાં રહેતા અન્ય શખ્સે કર્યો જીવલેણ હુમલો
- હુમલામાં એક યુવકનું મોત, અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- હત્યા કરીને આરોપી ફરાર, ઝઘડાની અદાવતમાં હુમલો કર્યાની આશંકા
રંગીલા રાજકોટમાં (Rajkot) ગુનાહિત પ્રવૃત્તિ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક હત્યા, મારામારી, ચોરીનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના રાજકોટનાં સંતકબીર રોડ પર બની છે. કોઈ બાબતે ઝઘડો થતાં પરપ્રાંતિય ભાઈઓ પર મધરાતે અન્ય શખ્સ દ્વારા છરી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે (B Division Police) આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - લોકસાહિત્યકાર MayaBhai આહિરની તબિયત લથડી! જોકે, ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી
મધરાતે બે પરપ્રાંતિય ભાઈઓ પર છરીથી હુમલો, એકનું મોત
રાજકોટનાં (Rajkot) સંતકબીર રોડ પર આવેલા આર્યનગરમાં રહેતા બે સગા ભાઈઓ પર મધરાતે અન્ય શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, પરપ્રાંતિય વિકી જૈન અને અમિત જૈન નામનાં બે સગા ભાઈઓનો તેમની સાથે રૂમમાં રહેતા છોટુ નામના શખ્સ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં છોટુ એ વિકી જૈન અને અમિત જૈન પર મધરાતે છરી વડે હુમલો કરી ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં વિકી જૈનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - NURSING STAFF EXAM: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલની ગંધ, આન્સર કીમાં જવાબોની ગોઠવણ?
ઝઘડાની અદાવતમાં હત્યા કરી! આરોપી ફરાર
જ્યારે અમિત જૈન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખસેડવામાં આવ્યો છે. આ મામલે જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. વિકી અને અમિત જૈનનો છોટુ સાથે કંઈ બાબતે ઝઘડો થયો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. હત્યા કરીને આરોપી છોટુ ફરાર છે. તેની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Controversy: રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ, શું બોલ્યા ખજૂરભાઈ અને સપના વ્યાસ? જુઓ Video


