ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : નવા થોરાળાનાં બે યુવક ઢુંવા ફાટક નજીક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા, ટ્રેનની અડફેટે મોત!

તપાસ અનુસાર, બંનેએ પરિવારજનોને રાતપાળી કરવા રોકાયા છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ બંને યુવક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા
05:45 PM Jun 11, 2025 IST | Vipul Sen
તપાસ અનુસાર, બંનેએ પરિવારજનોને રાતપાળી કરવા રોકાયા છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ બંને યુવક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા
  1. Rajkot નાં કોરાટ ચોક નજીક ટ્રેનની અડફેટે બે યુવકના મોત
  2. ઢુંવા ફાટક નજીક ટ્રેનની અડફેટે બે યુવકોનાં મોત નીપજ્યા
  3. સુનિલ મકવાણા, સૌરભ સોલંકી નામના બે યુવાનોના મોત
  4. શાપરમાં કારખાનામાં કામ કરીને બંન્ને ઘરે પરત ફરી રહ્યા હતા
  5. પરિવારજનોને બંન્ને રાતપાળી કરવા રોકાયા છે તેવું કહ્યું હતું

Rajkot : કોરાટ ચોક પાસને ઢુંવા ફાટક નજીક ટ્રેનની હડફેટે આવતા બે યુવાનના મોત નીપજ્યા છે. બંને યુવાન શાપરમાં (Shapar) કારખાનામાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ઘટના બની હતી. પોલીસ તપાસ અનુસાર, બંનેએ પરિવારજનોને રાતપાળી કરવા રોકાયા છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ બંને યુવક રેલવે ટ્રેક પર સુઈ ગયા દરમિયાન ટ્રેન પસાર થતાં મોત નીપજ્યુ હતું. બંને ક્યાં કારણોસર રેલવે ટ્રેક પર ગયા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Surat : અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવકને માર મારનારા 3 ઇસમનો પોલીસે જાહેરમાં 'વરઘોડો' કાઢ્યો!

ઢુંવા ફાટક નજીક ટ્રેનની અડફેટે બે યુવકોના મોત નીપજ્યા

રાજકોટમાં (Rajkot) ચોંકાવનારી ઘટના બની છે. રાજકોટ-કોરાટ ચોક (Rajkot-Korat Chowk) પાસે ઢુંવા ફાટક નજીક ટ્રેનની હડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા છે. પોલીસ તપાસ અનુસાર, રાજકોટનાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા સુનિલ મકવાણા અને સૌરભ સોલંકી નામના બે યુવક શાપરમાં એક કારખાનામાં કામ કરતા હતા. દરમિયાન, બંનેએ પરિવારજનોને રાતપાળી કરવા રોકાયા છે તેમ કહી ઘરે આવ્યા નહોતા.

આ પણ વાંચો - Morari Bapu Wife Passed Away : રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન

બંને યુવક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા! કારણ અકબંધ

ત્યાર બાદ બંને યુવક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા હતા. દરમિયાન, ત્યાંથી ટ્રેન પસાર થતાં બંનેનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બંને યુવકોએ કયાં કારણોસર રેલવે ટ્રેક પર ગયા અને જીવન ટુંકાવ્યું તે અંગે તપાસ આદરી છે. પોલીસે (Rajkot Police) બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક

Tags :
Dhunwa PhatakGUJARAT FIRST NEWSRAJKOTrajkot policeRajkot-Korat ChowkShaparThoralaTop Gujarati News
Next Article