Rajkot : પીઠડીયા ટોલ પ્લાઝા પર કારચાલકની દાદાગીરી તો જુઓ! CCTV ફૂટેજ થયા વાઇરલ
- Rajkot ના પીઠડીયા ટોલ પ્લાઝા પર કારચાલકની દાદાગીરી!
- ઇનોવા કારચાલક સાઇરન વગાડી રોફ જમાવતો નજરે પડ્યો
- ઇનોવા કારમાં 'GOV OF GUJARAT' લખેલુ જોવા મળ્યું
- ટોલટેક્સ ભર્યા વગર કારચાલક ટોલકર્મીને ધમકી આપી ફરાર!
Rajkot : રાજકોટના પીઠડીયા ટોલ પ્લાઝા (Pithadiya Toll Plaza) પર કારચાલકની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં ઇનોવા કારચાલક સાઇરન વગાડી રોફ જમાવતો નજરે પડે છે. ઇનોવા કારની બોનેટ પર 'GOV OF GUJARAT' લખેલું જોવા મળે છે. ટોલ ટેક્સ ભર્યા વગર કારચાલક ટોલકર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને ફરાર થયાનો આરોપ છે. આ મામલે ટોલકર્મીઓએ વીરપુર પોલીસ સ્ટેશનમાં (Virpur Police Station) કારચાલક સામે અરજી આપી હોવાની માહિતી છે.
આ પણ વાંચો - PM Modi in Gujarat : આ તારીખે ગુજરાત આવશે PM મોદી, ભાવનગરને આપશે કરોડોનાં વિકાસકાર્યોની ભેટ!
Rajkot નાં પીઠડીયા ટોલ પ્લાઝાનાં ચોંકાવનારા CCTV વાઇરલ
રાજકોટમાં પીઠડીયા ટોલ પ્લાઝા પર એક કારચાલકની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે એક ઇનોવા કાર ટોલ પ્લાઝા પર આવે છે અને કારચાલક ટોલ ટેક્સ ભર્યા વગર જ બૂમ બેરિયર તોડીને ફરાર થઈ જાય છે. આરોપ છે કે કારચાલક ટોલનાકા પર પહોંચ્યો એ પહેલા કારનું હોર્ન વગાડીને રોફ જમાવ્યો હતો. ત્યાર બાદ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ સાથે માથાકૂટ કરી દાદાગીરી કરી હતી.
આ પણ વાંચો - Vadodara : નિવૃત્ત પોલીસ કર્મીએ અન્ય સાથે મળીને વેપારી પાસેથી પૈસા પડાવ્યા, ગેંગ ઝબ્બે
Rajkot ના Pithdiya Toll Plaza પર કારચાલકની દાદાગીરી! | Gujarat First
ઇનોવા કારચાલક સાયરન વગાડી રોફ જમાવતો નજરે પડ્યો
ઇનોવા કારમાં 'GOV OF GUJARAT' લખેલુ જોવા મળ્યું
ટોલટેક્ષ ભર્યા વગર કારચાલક ટોલકર્મીને ધમકી આપી ફરાર
બૂમ બેરિયર તોડીને કારચાલક કાર ભગાડી ગયાનો આરોપ
ટોલકર્મીઓએ… pic.twitter.com/kUKSiVZcCN— Gujarat First (@GujaratFirst) September 12, 2025
ઇનોવા કારચાલક ટોલ ટેક્સ ભર્યા વગર બૂમ બેરિયર તોડી ફરાર થયાનો આરોપ
ઇનોવા કારચાલક ટોલ ટેક્સ ભર્યા વગર જ બૂમ બેરિયર તોડીને ભાગી ગયો હોવાનો આક્ષેપ છે. સીસીટીવી ફૂટેજનાં (CCTV Footage) વીડિયોમાં ઇનોવા કારની બોનેટ પર 'GOV OF GUJARAT' લખેલું જોવા મળે છે. સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતનાં પુરાવા સાથે ટોલ પ્લાઝાનાં કર્મચારીઓ તરફથી વીરપુર પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ અરજી અપાઈ છે. પોલીસે પણ વાઇરલ વીડિયોનાં આધારે કારચાલકની ઓળખ કરી તેના સુધી પહોંચવા તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Mehsana : કલોલના જસવંત પટેલ અપહરણ કેસમાં મોટા ખુલાસા! ખેરાલુ પોલીસે 5 આરોપીને ઝડપ્યા


